Rent Agreement format in Gujarati pdf download free, Bhadakarar Gujarati Format pdf,

 

Rent Agreement format in Gujarati pdf download free, Bhadakarar Gujarati Format pdf,


-:: BiDi krir ::-

 Rent Agreement format in Gujarati pdf download free

                                             -:: ભાડા કરાર ::-

 

વિક્રમ સવંત 2077ના શ્રાવણ વદ ચૌદશ ને મંગળવાર તારીખ 18 માહે ઓગષ્ટ, સને 2020 ના અંગ્રેજી દિને..


આ ભાડા કરાર લખાવી લેનાર યાને પહેલા પક્ષના : ભાડે રાખનાર

            ભાડે રાખનારનું પૂરું નામ

          ઉ. આ. વ.     , જાતના       , ધંધો.                    ,

          રહેવાસી.     

          મો. નં.           

આ ભાડા કરાર લખી આપનાર યાને બીજા પક્ષના : ભાડે આપનાર

            ભાડે આપનારનું પૂરું નામ

          ઉ. આ. વ.     , જાતના       , ધંધો.                    ,

          રહેવાસી.     

          મો. નં.           

 

જત આપણે બંને પક્ષકારો આ ભાડાકરારનો લેખ નીચે મુજબ કરીએ છીએ કે..

 

સુરત ડિસ્ટ્રિક્ટ, ચોર્યાસી સબ-ડિસ્ટ્રિક્ટ શહેર સુરતના મોજે ગામ ________ જે સુરત મહાનગર પાલિકાની હદમાં સમાવિષ્ટ પૈકી ફાઇનલ પ્લોટ નં.00 થી નોંધાયેલી બિન ખેતી જમીનમાં આયોજન કરવામાં આવેલ kaydaguru સોસાયટી “ માં પાડવામાં આવેલ ઘર નં. પૈકી પ્લોટ નં. 00 વાળી મિલકત તમો પહેલા પક્ષના ને તારીખ _______________થી અગિયાર માસ માટે ભાડેથી આપવાનું નક્કી કરેલ છે જેમાં તારીખ ___________ થી _______________ સુધી માસિક રૂ. 4000/- અંકે રૂપિયા ચાર હજાર પૂરા લેખે ભાડેથી આપવાનું નક્કી કરેલ છે. જે નીચેની શરતોને આધીન રહીને આપેલ છે.



શરતો

1. સદરહુ મિલકતના આ ભાડા કરારનો અમલ તારીખ _____________ ના રોજ થી ગણવાનો છે. અને તારીખ ____________ ના રોજ આ ભાડા કરાર પૂરો થાય છે. ત્યાર બાદ બંને પક્ષકારોનો સહમતી હશે તો નવો ભાડા કરાર બનાવી ભાડા કરાર લંબાવી શકાશે. સદરહુ મિલકતની ડિપોજીટ પેટે રૂ. 10,000/- અંકે રૂપિયા દસ હજાર પૂરા તમો પહેલા પક્ષનાએ હમો બીજા પક્ષનાને રોકડા આપેલ છે. સદરહુ ,ઇળક્ત જ્યારે તમો પહેલા પક્ષના ખાલી કરો ત્યારે ડિપોજીટ રૂ. 10,000/- અંકે રૂપિયા દસ હજાર પૂરા હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને રોકડા પરત આપવાના રહેશે.

2. સદરહુ મિલકતનું માસિક ભાડું તારીખ ____________ થી  ____________ સુધી માસિક રૂ. 4000/- અંકે રૂપિયા ચાર હજાર પૂરા નક્કી કરવામાં આવેલ છે, જે ભાડું તમો પહેલા પક્ષના એ દર મહિનાની 01 થી 05 તારીખ સુધીમાં ચૂકવી આપવાનું છે. તેમ કોઈ બાંધછોડ ચાલશે નહીં.

3. સદરહુ ભાડે આપેલી મિલકત તમોને જ ભાડેથી આપેલ છે, જેથી તમો પ્રથમ પક્ષના જ તેનો ઉપયોગ, વપરાશ કરી શકો છો અને તેમ અન્ય પેટા ભાડૂત રાખવાના નથી.

4. સદરહુ મિલકતમાં કઇ પણ જાતના સુધારા વધારા કે કાચું, પાકું બાંધકામ, કે તોડફોડ, કરવાનું થાય તો હમો બીજા પક્ષનાની પરવાનગી લઈને અમો પહેલા પક્ષનાના ખર્ચે કરવાનું રહેશે. અને તેની તમામ જવાબદારી અમો ભાડે રાખનારની રહેશે.

5. સદરહુ મિલકત સુપરત કરો ત્યારે જે સ્થિતિમાં મિલકત છે તેજ સ્થિતિમાં સુપરત કરવાની રહેશે. અને જો કોઈ મિલકતમાં નુકશાન કરેલ હશે તો તે તમો ભાડે રાખનારે ભરપાઈ કરવાનું રહેશે.

6. સદરહુ મિલકતની તાપસ હમો માલિક અમારી રીતે કરી શકીશું, તેમ કરવામાં તમો ભાડે રાખનારે કોઈપણ રોકટોક કરવાની નથી.

7. સદરહુ મિલકતમાં જે લાઇટનો વપરાશ કરો તે બિલ ભાડે રાખનારે અલગથી ચૂકવવાનું રહેશે.

8. સદરહુ ભાડે આપનાર મિલકતમાં કોઈપણ પ્રકારનો સરકાર દ્વારા પ્રતિબંધિત ધંધો કે કૃત્ય કરી શકાશે નહીં  તેમજ પ્રતિબંધિત તેવા નાશ કારક કે સ્ફોટક પદાર્થો રાખવાના કે વેચાણ કરવાના નથી.

9. સદરહુ મિલકતની હમો ભાડે આપનારને જરૂર પડે તો એક મહિના અગાઉથી લેખિતમાં નોટિસ આપવાની રહેશે, અને જો તમો ભાડે રાખનારને મિલકત ખાલી કરવાની થાય તો તમો ભાડે રાખનારે એક મહિના અગાઉથી લેખિતમાં જાણ કરવાની રહેશે.


સદરહુ મિલકત અંગેની ઉપરોક્ત તમામ શરતોને આધીન સદરહુ મિલકત તમોને ભાડે આપેલ છે, ઉપરોક્ત શરતો માંથી કોઈપણ શરતનો ભંગ કરો તો માલિક ગમે ત્યારે મિલકત ખાલી કરવી શકશે.

 

શિડ્યુલ

ભાડે આપેલ મિલકતની વિગત


સુરત ડિસ્ટ્રિક્ટ, ચોર્યાસી સબ-ડિસ્ટ્રિક્ટ શહેર સુરતના મોજે ગામ ________ જે સુરત મહાનગર પાલિકાની હદમાં સમાવિષ્ટ પૈકી ફાઇનલ પ્લોટ નં.00 થી નોંધાયેલી બિન ખેતી જમીનમાં આયોજન કરવામાં આવેલ kaydaguru સોસાયટી “ માં પાડવામાં આવેલ ઘર નં. પૈકી પ્લોટ નં. 00 વાળી મિલકત તમો પહેલા પક્ષના ને તારીખ _______________થી અગિયાર માસ માટે ભાડેથી આપવાનું નક્કી કરેલ છે

 

એણી વિગતનો આ ભાડા કરાર આપણે પક્ષકારોએ રાજીખુશીથી વાંચી-વંચાવી, સાંભળી, સમજી-વિચારીને કરેલ છે, જે આપણે પક્ષકારોને કબૂલ, મજૂર અને બંધનકર્તા છે અને રહેશે.

અત્રે __________________મતું.  તત્રે ____________________ શાખ.

 

 

 

 

 


_____________________________    ________________________

ભાડે રાખનાર

 

 

 

 

 


____________________________     ________________________

ભાડે આપનાર

 

 

 Rent Agreement format in Gujarati PDF 

 

ટિપ્પણી પોસ્ટ કરો

5 ટિપ્પણીઓ

Please do not enter any spam link in the comment box.

close