Vehicle Sale deed format in Gujarati, Motor Vehicle Sale Deed format in Gujarati,
--:: મોટર વ્હીકલનો વેચાણ કરાર ::--
આજરોજ તારીખ , માહે : , સને : 2020 ના અંગ્રેજી દિને........
આ કરાર લખવી લેનાર યાને : ખરીદનાર
: યાને તમો પહેલા પક્ષના :--
(ખરીદનારનું પૂરુંનામ)
ઉ. આ. વ. , જાતના : , ધંધો : ,
રહે. , સુરત..
મો. નં.
જોગ લી.
આ કરાર લખી આપનાર યાને : વેચનાર :
યાને હમો બીજા પક્ષના :--
(ખરીદનારનું પૂરુંનામ)
ઉ. આ. વ. , જાતના : ધંધો :
,
રહે. , વલસાડ,.
મો. નં.
જત હમો બીજા પક્ષના તમો પહેલા પક્ષનાને આજરોજ આ મોટર વ્હીકલના વેચાણ કરારથી લખી આપી જણાવીએ છીએ કે,,
હમો બીજા પક્ષનાની (મોટર વ્હીકલની કંપનીનું
નામ) કંપનીની “(વાહનનો પ્રકાર)”
ટ્રક, કે જેનો ચેસીસ નંબર :_______________ છે. તથા જેનો એન્જિન નંબર : _________________ જેનું મેન્યુફેકસરીગ વર્ષ - _________ છે. જેનો આર. ટી. ઑ. રજી. નં.____________ થી નોંધાયેલ છે. મજકૂર વિગત અને વર્ણન વાળો ટ્રક,
તમો બીજા પક્ષના કનેથી તમો પેહલા પક્ષનાએ આજરોજથી વેચાણથી રાખેલ છે, જે અંગેનો આ
વેચાણ કરાર આપણે પક્ષકારોએ નીચે મુજબની વિગતેથી કરેલ છે.
- 1. સદરહુ ટ્રક હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને રુ।. 2,51,000/- અંકે રુપિયા બે લાખ એકાવન હજાર પુરાની કિમતી અવેજ બદલ વેચાણથી આપેલ છે. અને જે વેચાણ આવેજની રકમ તમો પેહલા પક્ષનાએ હમો બીજા પક્ષનાને નીચેની વિગતે ચૂકવી આપેલ છે.
ક્રમ. નં.
બૅન્કનું નામ.
ચેક નં.
તારીખ
રકમ રૂ।.
1
YES BANK LTD
000000
29/08/2020
100,000/-
2
YES BANK LTD
000000
07/09/2020
100,000/-
3
YES BANK LTD
000000
09/09/2020
51,000/-
કુલ્લે રકમ
રૂ।. 2,51,000/-
- 2. મજકુર ટ્રક આજરોજ તમારા માલિકી પણામાંથી કાઢી હમારા માલિકી પણામાં અને કબજા વહીવટ ભોગવટામાં સોંપી આપેલ છે. જે હમોએ જોઈ તપાસી લીધેલ છે. અને હાલ સદરહુ ટ્રક હાલ જે કંડીશનમાં છે તે કન્ડિશનમાં ખરીદ કરેલ છે. જેથી હવે પછી સદરહુ વેચાણ આપેલ ટ્રક તમો પહેલા પક્ષના વાપરવા, કે વેચાણ કરવા કે હરકોઈ વહીવટ કરવાના ખરા માલિક મુખત્યાર હક્કદાર થયા છીએ. અને સદરહુ ટ્રકમાં હવે પછીથી જે કોઈપણ ખર્ચ કરવાનો થાય તે તમામ તમો પહેલા પક્ષનાએ કરવાનો રહેશે.
- 3. મજકૂર ટ્રકના આજદિન સુધીના સરકારી, અર્ધ સરકારી, આર. ટી. ઑ. ટેક્ષ, વીમો, વિગેરે ટેક્ષ જે કોઈ પણ બાકી નીકળતા હતા તે તમામ હમો બીજા પક્ષનાએ ભરપાઈ કરી દીધેલ છે. આમ છતાં આજદિન પેહલાના કોઈ નાણાં ભરપાઈ કરવાના બાકી નીકળી આવે તો તે હમો વેચનારે ભરપાઈ કરી આપવાના રહેશે. તેમજ સદરહુ ટ્રક આજદિન સુધી કોઈ ગેર કાનૂની ગુન્હામાં સંડોવાયેલ નથી. હવે પછી તા. 25/08/2020 થી તમામ વેરા, ટેક્ષ કે અકસ્માત, આર. ટી. ઑ. દંડ, મેમો, સહિત વિગેરે તમામ ભરપાઈ કરવાની જવાબદારી તમો ખરીદનારની યાને પહેલા પક્ષનાની રહેશે સહી. તેમજ કોઈ ગેર કાનૂની ગુન્હા જણાય તેમજ સંડોવાયતો તે તમામ અંગેની જવાબદારી ખરીદનારની રહેશે. અને આજરોજ પછી હમો વેચનારની કોઈપણ જાતની જવાબદારી રહેતી નથી.
- 4. સદરહુ ટ્રક તમો પહેલપક્ષના ખરીદનારે તમારા ખર્ચે તમારા નામે ટ્રાન્સફર કરી લેવાની રહેશે. જેમાં જોઈતી તમામ સહી, સંમતિ, કબૂલાત, સ્ટેટમેન્ટ, હમો બીજા પક્ષનાએ વિના વિલંબે કરી આપવાની રહેશે.
::-- વેચાણ આપેલ ટ્રકની વિગત --::
હમો બીજા પક્ષનાની (મોટર વ્હીકલની કંપનીનું
નામ) કંપનીની “(વાહનનો પ્રકાર)”
ટ્રક, કે જેનો ચેસીસ નંબર :_______________ છે. તથા જેનો એન્જિન નંબર : _________________ જેનું મેન્યુફેકસરીગ વર્ષ - _________ છે. જેનો આર. ટી. ઑ. રજી. નં.____________ થી નોંધાયેલ છે. જે ટ્રક તા.25/08/2020 ના રોજથી
હમો બીજપક્ષના એ તમો પહેલા પક્ષનાને વેચાણથી આપેલ છે.
એણી વિગતનો આ કરાર હમો હમો બીજા
પક્ષનાએ હમારી રાજી ખુશીથી, અક્કલ હોશિયારીમાં, કોઈના કોઈપણ જાતના દાબ-દબાણ વગર,
વાંચી વંચાવી, સમજી, વિચારી, બિનનશે, તનમનની સંપૂર્ણ સાવધાવસ્થામાં કરી આપેલ છે. જે
હમોને તેમજ હમારા વંશ, વાલી, વારસો ઇત્યાદિ તમામને કબૂલ મંજૂર અને બંધનકર્તા છે
સહી, થાય સહી, અને રહેશે સહી.
અત્રે
---------------------------------------મતુ તત્રે
-----------------------------------------શાખ
---------------------------- ------------------------
(ખરીદનારનું પૂરુંનામ) (સાક્ષીની સહી)
![]() |
------------------------------
--------------------------
(ખરીદનારનું પૂરુંનામ) (સાક્ષીની સહી)
નોંધ: તમારા વાહનમુજબ ઉપરોક્ત વેચાણ કરારમાં ફેરફાર કરવા
જરૂરી છે.
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.