ગુનાહિત કાવતરું – Criminal Conspiracy
ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ના પ્રકરણ 5(ક) વિશે આપણે ટૂકી માહિતી જોઈશું.
કલમ 120 ક, ગુનાહિત કાવતરાની
વ્યાખ્યા.
Section 120A, Definition of Criminal Conspiracy in
Gujarati.
- બે કે તેથી વધુ વ્યક્તિઑ દ્વારા કોઈ ગેરકાયદેસર કાર્ય અથવા કૃત્ય
- કે કોઈ ગેરકાયદેસર ન હોય તેવું કાર્ય ગેરકાયદેસર સાધનો
દ્વારા કરવામાં કે કરવવામાં સહમત થાય ત્યારે તેવી કબૂલાતને ગુનાહિત કાવતરું કહેવામા
આવે છે.
- પરંતુ ગુનો કરવાની કબૂલાત સિવાયની કોઈ કબૂલાત ગુનાહિત
કાવતરું ગણાશે નહીં સિવાય કે એવી કબૂલાતની એક અથવા વધુ પક્ષકારોએ તે કબૂલાત ઉપરાંત
તે અનુસાર કઈ કૃત્ય કર્યુ હોય.
કલમ 120 ખ, ગુનાહિત કાવતરાની શિક્ષા
Section 120B, Punishment Of Criminal Conspiracy in
Gujarati.
- · જે કોઈ
વ્યક્તિ મોતની, આજીવન કેદની અથવા બે
કે તેથી વધુ વર્ષ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ઇરાદાથી ગુનાહિત
કાવતરામાં સામેલ હોય તેને એવ કાવતરા માટેની શિક્ષાની આ અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ
કરવામાં આવી ન હોય ત્યારે એવા ગુનામાં તેણે દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે શિક્ષા
કરવામાં આવશે.
- · જે કોઈ બાબત ઉપર જણાવ્યા મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગુનાહિત કાવતરા સિવાયની બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય, તેને છ મહિના સુધીની બેમાથી કોઈ પ્રકારની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.