ખાટોદરા પોલીસે આરોપીને પકડવા માટે ફુગ્ગા વાળાનો વેશ ધારણ કરીને આરોપીને પકડી પાડ્યો

ખટોદરા પોલીસ સ્ટેશન
સુરત શહેર
પ્રેસનોટ તા-૦૨/૧૧/૨૦૨૩
GUJARAT POLICE
ખટોદરા ઠાકોર પાર્ક સોસાયટીમાં થયેલ રૂ.૧૧,૩૬,૭૦૦/- ની ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને ફુગ્ગાવાળા ફેરીયાનો વેશ ધારણ કરી દિલ્હીથી ઝડપી પાડી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ

khatodara-police-secreate-sting-operation-by-surat-police/
Khatodara Police Secrete Sting Operation by Surat Police

ખટોદરા પો.સ્ટે. પાર્ટ A- ગુ.ર.નં.૦૭૬૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો તા.૨૮/૦૭/૨૦૨૩ના કલાક.૨૨/૩૦ વાગ્યાથી તા-૨૯/૦૭/૨૦૨૩ના કલાક-૦૭/૦૦ દરમ્યાન ઠાકોર પાર્ક સોસાયટી ભટાર સુરત ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીશ્રી જગદીશ સુખાભાઇ આહીરના મકાનની પાછળના ભાગે આવેલ આંબાની વાડીમાથી પાછળની દિવાલ વાટે, બેડરૂમની બારીની લોખંડ ગ્રીલ કોઇક સાધન વડે બાહ્ય બળ ખોલી બેડરૂમમાં પ્રવેશ કરી, કબાટમાં રહેલ સોનાના અલલ અલગ ઘરેણા કુલ્લે વજન આશરે ૧૮૩ ગ્રામ જેની આશરે કિંમત રૂ.૫,૩૦,૭૦૦/- તથા રોકડ રૂપિયા-૫,૫૪,૦૦૦/- તથા એક રાડો કંપનીની કાંડા ઘડીયાળ કિમત રૂ.૧૦,૦૦૦/- તથા એક એપલ કંપનીની અલ્ટ્રા-૮ આઇવોચ કિમંત રૂપિયા-૩૬,૦૦૦/- તથા એક એપલ કંપનીનો આઇ-૫ કિમંત રૂપિયા-૩,૦૦૦/- તથા એક સેમસંગ એસ-૮ મોબાઇલ ફોન જેની કિમંત રૂપિયા- ૩,૦૦૦/- મળીને કુલ્લે રૂપિયા-૧૧,૩૬,૭૦૦/-ની મત્તાની ચોરી કરી નાસી જઇ ગુનો આચરેલ હોય જેથી અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ આપતા ઉપરોક્ત નંબરથી ગુનો રજી. થયેલ હતો. જે અનડીટેકટ ગુનો ડીટેકટ કરવા માન, પોલીસ કમિ. સાહેબશ્રી સુરત શહેર તથા માન. સંયુકત પોલીસ કમિ. સાહેબશ્રી સેક્ટર સુરત શહેર તથા માન. નાયબ પોલીસ કમિ. સાહેબશ્રી ઝોન-૪ સુરત શહેર તથા માન. મદદનીશ પોલીસ કમિ. સાહેબશ્રી એચ ડીવીઝન સુરત શહેર નાઓની સુચના તથા પોલીસ ઇન્સપેકટર શ્રી આર.કે.ધુળીયા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પો. સબ ઇન્સ. યુ.એન.જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ વર્કઆઉટ તથા હુમન સોસીસના આધારે વર્કઆઉટમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. કવિતભાઇ મનુભાઇ તથા બ્રિજરાજસિંહ જગદીશસિંહ નાઓએ ટેકનીકલ વર્કઆઉટ તથા હુમન સોસીસના આધારે મળેલ માહીતી મુજબ એક ટીમ જેમા એ.એસ.આઇ. યોગેશભાઇ સાહેબરાવ તથા અ.હે.કો. રામશીભાઇ રત્નાભાઇ તથા અ.પો.કો. કવિતભાઇ મનુભાઇ તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ જગદીશસિંહનાઓએ દિલ્હી ખાતે જઇ આરોપીની ઓળખ કરવા ફુગ્ગાવાળાનો વેશ ધારણ કરી આરોપીને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.

ખાટોદરા પોલીસે આરોપીને પકડવા માટે ફુગ્ગા વાળાનો વેસ ધારણ કરીને આરોપીને પકડી પાડ્યો
ફુગ્ગા વાળાનો વેશ ધારણ કરનાર અ.પો.કો. કવિતભાઇ મનુભાઇ

શોધી કાઢેલ ગનો:-
(૧) ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટ-A-ગુ.૨.નં.૦૭૬૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ મુજબ

પકડાયેલ આરોપી:-
(૧) અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકી ઉ.વ.૨૩ ધંધો-રમકડાં વેચવાનું કામ રહેવાસી-હાલ-ખજુરી ચાર રસ્તાની નીચે
ફુટપાથ દિલ્લી મુળ રહે,ગામ કર્નેરી, બાબા કા ખેજરા જિ.ગુના રાજ્ય- મધ્યપ્રદેશ

ઉપરોક્ત કામગીરી પો.ઇન્સ. શ્રી આર.કે.ધુળીયાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ., શ્રી યુ.એન.જાડેજા તથા એ.એસ.આઇ. યોગેશભાઇ સાહેબરાવ તથા અજીતસિંહ છત્રસિંહ
તથા અ.હે.કો. જયરાજસિંહ અંદુજી તથા રામશીભાઇ રત્નાભાઇ તથા અ.પો.કો. નરેન્દ્રસિંહ વજેસિંહ તથા
યોગેશસિંહ ચંદુભા તથા કવિતભાઇ મનુભાઇ તથા બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા રાહુલભાઇ રમેશભાઇ તથા
કરણભાઇ ભરતભાઇ તથા દિવ્યરાજસિંહ દિગ્વીજયસિંહનાઓએ ટીમ વર્કથી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page