દહેજમૃત્યુમાં નીચે મુજબની સજાની જોગવાઈ છે
કલમ – 304 ખ , દહેજ મૃત્યુની વ્યાખ્યા
Section – 304 B – Dowry Death
કોઈ સ્ત્રીનું મૃત્યુ તેના લગ્ન થયાના સાત વર્ષ દરમિયાન દાજવાથી, શારીરિક ઇજાથી, મારપીટથી અથવા સામાન્ય સંજોગો સિવાય અન્યથા થાય અને તેના મૃત્યુ અગાઉ એમ દર્શાવેલ હોય કે તેના પતિથી અથવા તેના પતિના કોઈ સગાથી દહેજ કે તે સંબંધી કોઈ માંગણી માટે બળજબરી, ક્રુરતા, અથવા ત્રાસને લીધે થયેલ હોય ત્યારે આવું મૃત્યુ દહેજ મૃત્યુ કહેવાશે અને તેના પતિ અથવા સંગાએ તેનું મૃત્યુ નિપજાવ્યું છે તેમ કહેવાશે (આ પેટા કલમના હેતુઓ માટે દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961 ની કલમ 2 માં જે કરવામાં આવ્યો છે તે જ થશે)
For Example :
‘અ’ ની પત્ની ‘બ’ અને ‘અ’ ના માતા ‘ડ’ છે, અને ‘અ’ ના લગ્ન થયાને 7 મહિના થયા અને ‘અ’ ના માતા ‘ડ’ એ ‘અ’ ની પત્ની ‘બ’ ને વારંવાર પોતાના પિયર માથી એક કાર મંગાવવાનું કહે અને તે બાબતે ‘ડ’ તેમને વારંવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપે અને તેનાથી કંટાળી ‘બ’ આપઘાત કરી લે તો તેને દહેજ મૃત્યુ કહેવાય
કલમ – 304 ખ, દહેજ મૃત્યુ માટેની શિક્ષા
Section – 304B, Punishment for Dowry Death
- સાત વર્ષથી ઓછી ન હોય તેવી કેદ પરંતુ તે આજીવન કેદની પણ કરી શકશે,
- સેશન્સ કોર્ટને ટ્રાયલ ચલાવવાની સતા છે
- પોલીસ અધિકારનો – બિન જામીની – બિન સમાધાન લાયક