Bandhkam Karar Format in Gujarati
-:: બાંધકામ કરાર ::-
વિક્રમ સવંત 2077 ના વૈશાખ વદ 7 ને સોમવાર, તારીખ 27 માહે મે ના સને 2021 ના અંગ્રેજી દિને ..
આ બાંધકામ કરાર લખી આપનાર યાને પહેલા પક્ષના
1. લખી આપનારનું નામ
ઉ. આ. વ. ધંધો. , જાતના. ,
રહેવાસી.
આ બાંધકામ કરાર લખાવી લેનાર યાને બીજા પક્ષના
1. લખાવી લેનારનું નામ
ઉ. આ. વ. ધંધો. , જાતના. ,
રહેવાસી.
(ઉપરોક્ત બને પક્ષકારના સપૂર્ણ અર્થમાં પક્ષકારો વંશવાલી વારસો, ટ્રાન્સફરઓ,એસાઈનીઓ,એકજિકયુટરો, એડમિનિસ્ટટર્સ, તથા વખતોવખત ના હોદેદારો ઇત્યાદિ તમામનો સમાવેશ થઈ જાય છે.)
_______ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ શહેર ______ના સુરત મહાનગર માલિકની હદમાં સમાવિષ્ટ મોજે ગામ _____________ના રે. સર્વે નંબર :___________ વાળી જમીન જેનો બ્લોક નંબર ________ થી નોંધાયેલી જમીનમાં આયોજન કરવામાં આવેલ “ ___________________” માં પાડવામાં આવેલા પ્લોટો પૈકી ખુલ્લા પ્લોટ નંબર : ____ જે પ્લોટનું ક્ષેત્રફળ સુમારે __________ ચો. ફૂટ યાને _______ ચો. વારની મિલકત તમો ને બાંધકામ માટે આપેલ છે.
સદરહુ જમીનમાં જમીન માલિકોએ દરેક સભ્યોને જમીનનો પોતાના હિસ્સાનો વણ-વહેચાયેલો અવિભાજ્ય હિસ્સાની જમીન વેચાણે આપેલ છે. તમારા ભાગે આવતા બાંધકામના સુમર બિલ્ટ-અપ એરિયા મુજબ આ બાંધકામ કરાર કરવાનો છે. બીજા પક્ષકારને “ ___________________” પ્લોટો પૈકી પ્લોટ નંબર : _______ ની જમીનના વણ-વહેચાયેલ અવિભાજ્ય હક્કો સદરહુ જમીન માલિક દ્વારા વેચાણથી આપવામાં આવેલ છે. અને તેથી બીજા પક્ષકારે પ્રથમ પક્ષકાર સાથે આ બાંધકામ અંગેનો કરાર કરેલ છે. તેથી બીજા પક્ષકારે પ્રથમ પક્ષકાર સાથે આ બાંધકામ અંગેનો કરાર કરેલ છે. તેથી પ્લોટ ના બાંધકામ અંગેનો આ કરાર આજરોજ આપણે બંને પક્ષકારો વચ્ચે નીચેની શરતો મુજબ કરવામાં આવેલ છે. અને તે અંગેની જરૂરી શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે.
શરતો
1. સદરહુ પ્લોટ નં. _______ પ્રથમ પક્ષનાએ કુલ એટલે કે _______ એટલે _____ વાર ના ક્ષેત્રફળનું પ્લોટ (મકાન)નું બાંધકામ કરી આપવાનું રહેશે. અને સદરહુ પ્લોટ (મકાન) ના વધારાના બાંધકામના સ્પેશિફિકેશના તેમજ તેમાં વાપરવાનું માલ મારીરીયલ અંગેની શરતો બંને પક્ષકારો સાથે નક્કી થયેલ સ્પેશિફિકેશનના લિસ્ટ મુજબ રહેશે.
2. સદરહુ પ્લોટના બાંધકામ પેટે આપણી વચ્ચે નક્કી થયા મુજબ આ બાંધકામની કુલ કિંમત રૂ. ____________/- અંકે રૂપિયા ________ લાખ _____ હજાર પૂરા નક્કી થયેલ છે. અને આ રકમમાં બીજા પક્ષકાર સાથે નક્કી થયેલ સ્પેસિફિકેશન મુજબનું બાંધકામ અમો પ્રથમ પક્ષનાએ તમો બીજા પક્ષનાને બાંધી આપવાનું રહેશે. તમો બીજા પક્ષનાએ અમો પ્રથમ પક્ષનાને હાલમાં રૂપિયા _________/- અંકે રૂપિયા એકવીસ હજાર પૂરાની રકમ એડવાન્સ તરીકે ચૂકવવાની રહેશે અને બાકીની રકમ બાંધકામ જે પ્રમાણે પૂરું થાય તે પ્રમાણે ચૂકવવાની રહેશે અને બાંધકામ પૂરું થાય તે જ દિવસે બાકીની સંપૂર્ણ રકમ પૂરેપૂરી તમો બીજા પક્ષનાએ અમો પ્રથમ પક્ષનાને ચૂકવી દેવાની રહેશે.
3. સદરહુ બીજા પક્ષનાએ માલસામાન સાથે બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ આપેલ હોવાથી પ્રથમ પક્ષનાએ પોતાની રીતે, પોતાના નામે માલસામાન, મટીરિયલ્સ, કડિયા, મજૂર,સબ-કોન્ટ્રાક્ટ વિગેરેની જવાબદારી પ્રથમ પક્ષકારની છે અને તે અંગેનું પેમેન્ટ પણ પ્રથમ પક્ષનાએ પોતાએ કરવાનું રહેશે.
4. સદરહુ પ્લોટ નં. ______ પર આપણી વચ્ચે નક્કી થાય મુજબનું _____ ફૂટ પહોળાઈ અને ______ ફૂટ લંબાઈ વાળી યાને _____ ચો. વારનું પ્લોટ (મકાન)નું વધારાના બાંધકામ નક્કી થયેલ સ્પેશિફિકેશન મુજબનું બીજા પક્ષનાએ કરી આપવાનું રહેશે.
5. સદરહુ બાંધકામ પૂરું થયા પછી જ તમો બીજા પક્ષનાને મકાનનો કબજો સુપ્રત કરવામાં આવશે અને કબજો સુપ્રત કરતાં પહેલા તમો બીજા પક્ષનાએ અમો પ્રથમ પક્ષનાને બાંધકામ અંગેનું પૂરેપૂરું પેમેન્ટ ચૂકતે કરવાનું રહેશે તેમજ તમો બીજા પક્ષનાએ મકાનનો કબજો લેતી વખતે બાંધકામ જોઈ તપસીને કબજો લેવાનો રહેશે અને કબજો લીધા બાદ બીજા પક્ષનાએ પ્લોટના બાંધકામ અંગે કોઈ ફરિયાદ કે તર તકરાર પ્રથમ પક્ષનાને કરવાની રહેશે નહીં અને તે અંગે પ્રથમ પક્ષના જવાબદાર પણ રહેશે નહીં.
6. સદરહુ બાંધકામની કિંમત નક્કી થયેલ સ્પેશિફિકેશન તેમજ બતાવેલ પ્લાન અનુસરણ બાંધકામ અનુસારની જ છે. તેમાં જો કોઈ ફેરફાર કરવાનો થશે તો પહેલા પક્ષના તેનો વધારા નો ચાર્જ લેશે તો તે ચૂકવવા માટે બીજા પક્ષના બંધાયેલા રહેશે.
7. ફ્લોરિન, બાથરૂમટબ, માર્બલ, બેડરૂમ, પીઓપી, કિચન ટાઇલ્સ, મોલ્ડિંગ, બેડરૂમ ફ્લોરિંગ વગેરે વધારાનું બાંધકામ બંને પક્ષકારે નક્કી કરેલ મુજબ કરી આપવવાનું રહેશે. (નોંધ આ બાંધકામ કરાર ફક્ત જાણકારી માટે છે જેથી તમો લોકો પોતાની મિલકત વિગત પક્ષકારો વચ્ચે નક્કી થયેલ શરતો હોય તે બધી વિગત તમોને લગતી હોય તેના આધારે તૈયાર કરવાનું રહેશે અમારું આ ફોર્મેટ ફક્ત જાણકારી હેતુ આપેલ છે બાકી તમે સરકારે નક્કી કરેલ નમૂના મુજબ તૈયાર કરવાનું રહેશે)
એણી વિગતનો આ કરાર આજરોજ આપણે બંને પક્ષકારોએ પોતાની રાજીખુશીથી અક્કલ, હોશિયારી અને બિનકેફમાં વાંચી, વંચાવી, સમજી, વિચારીને કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વિના સ્વેચ્છાએ કરી આપ્યો છે. જે અમોને તથા અમારા વંશવાલી વરસોને તમામ રીતે કબૂલ મંજૂર અને બંધકર્તા છે સહી તથા રહેશે સહી.
અત્રે ——————————-મતું. તત્રે ——————————-શાખ.
આ બાંધકામ કરાર લખી આપનાર યાને પહેલા પક્ષના
———————————— ——————-
લખી આપનાર સાક્ષીની સહી
આ બાંધકામ કરાર લખાવી લેનાર યાને બીજા પક્ષના
———————————— ——————-
લખાવી લેનાર સાક્ષીની સહી