Regular Bail Application Format in Gujarati, 439 CrPC Bail Application Format in Gujarati

BAIL APPLICATION FORMAT IN GUJARATI LANGUAGE UNDER SECTION 439 OF CODE OF CRIMINAL PROCEDURE

મહેસુરતના પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં.

    ફો.પ.જા.આ.નં.    /2020

(પોલીસ સ્ટેશન નામ)પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. 00000/2020

અરજદાર/આરોપી ભાવેશ વૈદપ્રકાશ પાંડે 

ઉ.આ.વ. 20, ધંધો. મજૂરી 

રહે. સુરત,.

હાલ રહે. લાજપોર મધ્યસ્થ જેલ.

-:: વિરુદ્ધ ::-

સામાવાળા ઘી સ્ટેટ ઓફ ગુજરાત.

(સામાવાળાની નોટિસ મહે.સુરતના ડીજીપી સાહેબશ્રી નાઓને બજાવવી).

ક્રિ.પ્રો.કોની કલમ – 439 મુજબની જમીન અરજી

 સદર કામના અરજદાર/આરોપી તરફે ઘણી નમ્રતાપૂર્વક અરજ કરવાની કે………

  • સદર કામના અરજદાર/આરોપીની (પોલીસ સ્ટેશન નામ) પો.સ્ટેફર્સ્ટ ગુ..નં. 00000/2020, .પી.કોકલમ – 457, 380, 114 મુજબના ગુનાના કામે તા.08/06/2020 ના રોજ કલાક 19:10 વાગ્યે અટક કરી તા.09/06/2020 ના રોજ પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી સાથે નામદાર જે.એમ.એફ.સી. સાહેબની કોર્ટ માં રજૂ કરવામાં આવેલ હતા જેથી નામદાર કોર્ટે દિન – 1 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર રાખેલ. ત્યારબાદ રિમાન્ડ સમય પુર્ણ થતા અરજદાર/આરોપીએ ક્રિ.પ્રો.કોની કલમ – 437 અન્વયે જમીન અરજી રજૂ કરેલ હતી જે નામંજૂર થતા હાલની અરજી આપ સાહેબની એપેલન્ટ કોર્ટમાં કરવામાં આવેલ છે. ત્યારથી અરજદાર/આરોપી આજદિન સુધી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી છે.
  • સદર કામના અરજદાર/આરોપી એકદમ નિર્દોષ વ્યક્તિ છે, સદર કામના અરજદાર/આરોપીએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ  નથી, સદર કામના અરજદાર/આરોપીને ________ પોલીસ તદ્દન ખોટી રીતે કહેવાતા બનાવમાં અરજદાર/આરોપીની પ્રથમદર્શનીય કોઈપણ જાતની સંડોવણી ભૂમિકા ન હોવા છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.
  • સદર કામે અરજદાર/આરોપીએ ચોરી સાથે ઘરફોડીનો ગુનો કરેલો નથી, સદર કામે ફરિયાદમાં હાલના અરજદાર/આરોપીનું નામ-સરનામું પણ જણાવવામાં આવેલ નથી. આ સિવાય અરજદાર/આરોપી વિરુદ્ધ મહત્તમ સજાની  જોગવાઈના આક્ષેપો નથી કે આજીવન કેદ કે મોતની સજાને પાત્ર ગુન્હાના આક્ષેપો નથી.
  • સદર કામે આક્ષેપિત કલમો અન્વયે ન્યાયિક ઇન્સાફી કાર્યવાહી ચલાવવાની સંપૂર્ણ સત્તા નામ. જે.એમ.એફ.સી. કોર્ટને છે તેમજ હાલમાં ઘણા બધા નામ.કોર્ટમાં વ્યયિક ઇન્સાફી કાર્યવાહી માટે પેન્ડિંગ હોવાથી સદર કેસની ટ્રાયલ ચાલતા ઘણો લાંબો સમય  જાય તેમ છે અને તે સંજોગોમાં અરજદાર આરોપી ને પ્રી-ટ્રાયલ પનિશમેન્ટ મળે તેમ છે.
  • નામદાર ટ્રાયલ કોર્ટે પોતાના હુકમમાં એવું જણાવેલ છે કે, 1995(2), જી.એલ.આર.1515, ચેતન એસપટેલ વિરુદ્ધ અરવિંદ સોનીના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું જણાવેલ છે કે, જમીન અરજીનો નિર્ણય કરતી વખતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપીની સામાજિક, આર્થિક કૌટુંબિક સ્થિતિ, આરોપીની  ઉંમર, ચારિત્ર અને ગુનાનું સ્વરૂપ તેમજ તેની વિરુદ્ધ પ્રથમદર્શનીય કેસ છે કે કેમ તે જ જોવું જોઈએ તે ચુકાદાને ધ્યાનમાં રાખી તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે તેમજ અલગ અલગ કોર્ટોએ ચુકાદાઓ આપેલ છે તે પણ જમીન વખતે ધ્યાને લેવા જોઈએ જે નીચે મુજબ છે.

ઉપરાંત હાલમાં જ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સંજયચંદ્રા વિરુદ્ધ સી,બી,આઈના ચુકાદામાં રેગ્યુલર જમીન સંબંધિત લો લેઈડ ડાઉન કરેલ છે અને જમીન અરજી માટેના ખુબજ અગત્યના પેરામીટર્સ પણ લેઈડ ડાઉન કરેલા છે.

તેવી જ રીતે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ સિદ્ધરામ સતલીગપ્પા મંહેત્ર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના કેસના ચુકાદામાં પણ આરોપીને જમીન આપવા સંબધિત ગાઈડ લાઇન્સ આપેલ છે તેમજ સંજય ઉર્ફે કેજ ઉર્ફે બબલુ વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના કેસમાં પણ નામદાર કોર્ટે એવું જણાવેલ છે કે, આરોપી પરપ્રાંતીય હોય એ કારણ માત્રથી જમીન નામંજૂર કરવા જોઈએ નહી. જે તમામ ચુકાદાઓ ધ્યાને લઇ અમો અરજદાર/આરોપીને જમીન ઉપર મુક્ત કરવા જોઈએ. 

સદર કામે નામદાર સુપ્રીમ કોર્ટે ગુરુબક્ષસિંહ સિબીયા, સિદ્ધરામ સતલીગપા મંહત્રે તથા રાકેશ પ્રહલાદરામ જોશી તથા જોગીન્દ્રકુમાર તથા સોમમિતલના કેસમાં આપેલ માર્ગદર્શક સિંધ્ધાતોનો લાભ આપવા ઘણી જ નમ્રતાપૂર્વકની અરજ છે.

6.                 સદર કામના અરજદાર/આરોપી યુવાન વયના વ્યક્તિ છે. અરજદાર/આરોપી વધુ સમય જેલમાં રીઢા ગુનેગારોના સંપર્કમાં આવે તો તેના કુમળા માણસને ભયંકર નુકશાન પહોંચે તેમ છે તેમજ અરજદાર/આરોપી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવે તેવા ઈસમ છે, અરજદાર/આરોપી ઉપર કુટુંબની જવાબદારી છે, અરજદાર/આરોપી ખુબજ સંસ્કારી કુટુંબમાંથી આવે છે, અરજદાર આરોપીના પરિવારમાંથી પણ કોઈ વ્યક્તિ ગુનેગાર નથી, અરજદાર/આરોપી નાસી ભાગી જાય તેવા ઈસમ નથી.

ઉપર તમામ સંજોગો જોતા અમો અરજદાર/આરોપી ક્યાંય નાશી ભાગી જઈએ તેવા ઈસમ નથી તથા આપ નામ. કોર્ટ અમો અરજદાર/આરોપીને જમીન ઉપર મુક્ત કરતી વખતે જે કોઈ શરતો ફરમાવશો તે તમામ શરતોનું હમો અરજદાર/આરોપી ચુસ્તપણે પાલન કરવાની બાંહેધરી આપીએ છીએ આમ , તમામ દ્રષ્ટિએ જોતા હમો અરજદાર/આરોપીને જમીન આપવા ન્યાયના હિતમાં હુકમ ફરમાવવા મહે. કરશોજી,.

                   આથી હમો અરજદાર/આરોપીની ઘણી નમ્રતા  પૂર્વકની અરજ છે કે,…..

·         હમો અરજદાર/આરોપીને પોલીસ સ્ટેશન નામ પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. 00000/2020, ઈ.પી.કો. કલમ – 457, 380, 114 મુજબના યોગ્ય રકમના જમીન ઉપર યોગ્ય શરતોએ જમીન મુક્ત કરવા મહેરબાની રાહે  હુકમ ફરમાવશોજી.

·         આ અરજીની એકદંરે હકીકતમાં આપ નામદાર કોર્ટને બીજો વધુ અને યોગ્ય લાગે તે હુકમ ફરમાવશોજી.


(નોંધ: જમીન અરજીમાં તમારા ગુનાની હકીકતને આધારે સુધારા કરવા જરૂરી છે)

સ્થળ: સુરત                                                     ——————————–

તારીખ:    /     /2020                                      અરજદાર/આરોપીના એડવોકેટશ્રી

Download Bail Application Format in Gujarati PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page