Cheque Bounce case legal notice format in gujarati, N.I. Act 1881 legal notice format in gujarati

તારીખ:-00/00/2020

પ્રતીશ્રી,

સામેવાળાનું નામ: અ બ ક (ચેક આપનારનું /આરોપી)

સરનામું :

મોબાઈલ નંબર:

વિષય :- લીગલ નોટિસ (Legal Notice in chaque bounce case)

અમો એડવોકેટ સ મ ડ આથી અમોને અમોના અસીલ ————————-, રહે.——————————, ની મળેલ સૂચના અને ફરમાઈશ અન્વયે તમોને નોટિસ(Legal Notice) આપી જણાવીએ છીએ કે,

  • અમોના અસીલ ઉપરોક્ત જણાવેલ સરનામે રહેતા આવેલા છે અને નોકરી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
  • અમોના અસીલ અગાઉ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં તમો પણ નજીકમાં રહેતા આવેલા જેથી અમોના અસીલ અને તમોની વચ્ચે મિત્રતા બંધાયેલ, ત્યારબાદ તમોશ્રીને પોતાના અંગત કામાર્થે અચાનક નાણાંની ખુબજ જરૂરિયાત પડતા તમોએ અમારા અસીલને નાણાં બાબતે જણાવેલ જેથી અમારા અસીલ તમોને ઓળખતા હોય જેથી તમોની વાત ઉપર વિશ્વાસ અને ભરોસો રાખી તા:01/01/2020 ના રોજ રૂપિયા 1,00,000/- રોકડા અમારા અસીલે તમોને પોતાની અંગત બચતના રહેલ નાણાંમાંથી ચૂકવી આપેલ અને તમોએ અમારા અસીલને જણાવેલ કે, સદર નાણાં તમોને 11 માસમાં ચૂકવી આપીશ તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ અને જે તે સમયે તમોશ્રીએ પોતાની રૂબરૂમાં સહી કરી એક પ્રોમિસરી નોટ પણ અમારા અસીલને લખી આપેલ
  • ત્યારબાદ તમો નાણાં ચૂકવવા માટે થોડો વધુ સમયની માંગ કરતા હતા અને અમોના અસીલનો તમો પર વિશ્વાસ અને ભરોસો હોય, આમ ઘણા લાંબો સમય વીતી ગયા બાદ અમોના અસીલના તમો પાસેથી કુલ્લે રૂપિયા 1,00,000/- પુરા લેવાના બાકી નીકળતા હતા જેથી અમોના અસીલે તમો પાસેથી વારંવાર ઉઘરાણી કરતા તમોએ અમારા અસીલને કાયદેસરના લેવાના નીકળતા નાણાંની ચુકવણી પેટે નીચે મુજબના ચેકો આપેલ હતા

ચેકોની વિગત

ક્રમ બેન્કનું નામ ચેક નંબર તારીખ રકમ 
1A B C બેંક —-શાખા, સુરત 00000000/00/202050,000/-
2A B C બેંક —-શાખા, સુરત 00000000/00/202050,000/-
3કુલ્લે રૂ,1,00,000/-

આમ ઉપરોક્ત ચેકો તમોએ અમારા અસીલને આપેલા અને અમોના અસીલને એવો વિશ્વાસ અને ભરોસો આપેલ કે સદર ચેકો તમો તમારા બેન્કમાં રજૂ કરશો તો ચોક્કસ પણે તમારા નાણાં તમોને મળી જશે.

  • આમ તમોએ આપેલ ઉપરોક્ત ચેકો અમારા અસીલે પોતાની બેંક, ………………………….શાખા રજુ કરતા સદર તમામ ચેકો તા.00/00/2020 ના રોજ ફંડ ઈન્સફિશિયન્ટ ના શેરા સાથે પરત ફરેલ જેની જાણ અમારા અસીલે તમોને કરતા તમોએ અમારા અસીલને શરુવાતમાં ઉડાવ જવાબો આપેલા અને ત્યારબાદ અમારા અસીલને જે થાય તે કરી લેવાની ધમકી આપેલ અને જણાવેલ કે, જો તું મારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો તને અન્ય ખોટા કેસોમાં સંડોવી દઈશ તેવી ધમકી આપી તમોએ અમારા અસીલ સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ અને અમારા અસીલના કાયદેસર ના નીકળતા નાણાં અમોએ આજદિન સુધી ચૂકવી આઇપીએલ નથી જેથી સદર નોટિસ(Legal Notice) આપવાની ફરજ પડેલ છે.
  • આમ તમોએ અમોના અસીલ સાથે મિત્રતાનો ગેરલાભ ઉઠાવી અને પ્રથમથી જ અમોના અસીલના નાણાં પચાવી પાડવાની બદદાનત રાખીને તથા તેની ચુકવણી પેટે ચેકો આપીને તે ચેકો રીટર્ન કરાવીને અને તમોના ખાતામાં ચેકોની પાસ થવા જેટલી રકમ ન હોવાનું જાણવા છતાં તમોએ અમોના અસીલ સાથે છેતરપિંડી તેમજ વિશ્વસઘાત કરવા ચેકો આપેલા અને જે ચેકો રીટર્ન થયેલ છે, આમ તમોએ ઈ.પી.કો. ની કલમ – 420, 406 તેમજ ઘી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ – 138 મુજબનો ગંભીર ગુનો કરેલ છે.

સબબ તમોને હાલની નોટિસ (Legal Notice)એક આખરી તક આપવાના ભાગરૂપે આપી જણાવવામાં આવે છે કે, સદર નોટિસ મળ્યેથી દિન 15 માં અમોના અસીલને કુલ્લે રકમ રૂપિયા 1,00,000/- પુરા ચૂકવી આપી પાકી પહોંચ મેળવી લેશોજી તેમ કરવામાં કસૂર થયેથી અમોના અસીલે તમો વિરુદ્ધ નાછૂટકે ઘી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ – 138 મુજબ તેમજ ઈ.પી.કો. ની કલમ – 420, 406 મુજબ ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે જેના સંપૂર્ણ ખર્ચ અને પરિણામની જવાબદારી તમોના શિરે રહેશે જેની ગંભીર નોંધ લેશોજી। સદર નોટિસ (Legal Notice) તમોના કાસુરને કારણે આપવી પડેલ હોય રૂપિયા 5000/- અમારા અસીલને અલગથી નોટીસ(Legal Notice) ખર્ચના ચૂકવી આપી પાકી પહોંસ મેળવી લેશોજી

સ્થળ: સુરત

——————————————

એડવોકેટે(વકીલશ્રી નું નામ )

તે (નોટિસ મોકલાવનારનું નામ ) ના એડવોકેટે ની સહી.


(નોટિસ મોકલાવનારનું નામ અને સહી. )

Legal Notice (નોટિસ) Format in Gujarati Language Download PDF

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page