લીગલ નોટિસ ફોરમેટ
Date : 00/00/0000
પ્રતિશ્રી,
- સામેવાળા 1નું નામ
સરનામું
- સામેવાળા 2નું નામ
સરનામું
જત અમારા અસીલ (અરજદારનું નામ ), રહેવાસી:_______________નાઓની ખાસ સૂચના અને ફરમાઇશ અન્વયે આથી તમોને આ નોટિસ આપી જણાવવાનું કે,
- અમારા અસીલ ઉપર જણાવેલ સરનામે તેમના પરિવાર સાથે રહેતા આવેલા છે. હમારા અસીલ દ્વારા તમો નોટિસ મેળવનાર નંબર 2 નાઓની વીમા પોલિસી મેળવેલ છે. જેનો હાલની પોલિસી નંબર 123456789 ચાલી આવેલ છે. તમો નોટિસ મેળવનાર નંબર 1 નાઓ, નંબર 2 ના થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર છો.
- હમારા અસીલ દ્વારા આપ નંબર 2 નાઓ પાસેથી (કંપનીનું નામ) મેળવેલ હતી જેનો અગાઉનો પલોસી નંબર 987654321 Current Policy Period From : 00/00/0000 12:00:01 AM To : 00/00/0000 11:59:59 PM મુજબની ચાલી આવેલ હતી. સદર પોલિસીમાં અમારા અસીલ તેમજ તેમના પરિવારના તમામ સભ્યોની પોલીસી આપવામાં આવેલ હતી. જેમાં તેમના પુત્રી , પુત્ર , પુત્ર _નાઓને ઇન્સ્યુર કરવામાં આવેલ હતા અને છે. અમારા અસીલ દ્વારા ચાલુ વર્ષની પોલિસીની પ્રીમિયમની રકમ રૂ.15,394/- ભરપાઈ કરી દેવામાં આવેલ હતી અને છે અને તે બાબતે રૂ. 5,00,000/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનો વીમો ઉતરાવેલ હતો. અને આમ, અમારા અસીલ તમારા ગ્રાહક બનેલા હતા અને છે.
- હમારા અસીલ ગત તા. 00/00/0000 ના રોજથી હોસ્પિટલ _ મુકામે તાવ (વાયરલ ન્યુમોનિયા) ની સારવાર માટે દાખલ થયેલા હતા અને તા. 00/00/0000 ના રોજ હોસ્પિટલમાંથી સારવાર લઈ છૂટા થયેલા હતા. અને તે અંગે આપ નોટિસ મેળવનાર નંબર 1 નાઓને જાણ કરવામાં આવેલ હતી. હોસ્પિટલમાંથી છૂટા થતાં સમયે હમારા અસીલ દ્વારા હોસ્પિટલનું તમામ બિલ ભરપાઈ કરવામાં આવેલ હતું અને ત્યારબાદ આપ નંબર 1 નાઓ થકી, નંબર 2 નાની પોલિસી મુજબ સારવાર ખર્ચ અંગે ક્લેઇમ સેટલમેન્ટ એડવાઇસ ( સીસીએન : એચ એચ 54545454) થી, તા. 00/00/0000 ના રોજ અમારા અસિલને એક પત્ર આપવામાં આવેલ હતો જેમાં આપના દ્વારા અમારા અસીલના સારવાર ખર્ચ રૂ. 85,001/- ના બિલની સામે ફક્ત રૂ. 69531/- મંજૂર કરેલ હતું અને આપના દ્વારા તે પત્રમાં બિલ ડિડકશનની વિગત જણાવેલ હતી જેમાં આપ નોટિસ મેળવનાર દ્વારા જે ચાર્જ પેયેબલ થતાં નથી તે બાબતે સ્પષ્ટ ના પાડવામાં આવેલ છે પરંતુ બિલ નંબર 81 તા.00/00/0000 ના રોજ રૂ. 750/- (ગ્લુંકોમિટર) રિપોર્ટ નોટ અવેલેબલ જણાવવામાં આવેલ છે તેવી રીતે બિલ નંબર 81 તા.00/00/0000 ના રોજ રૂ. 12,500/- (મેડીશીન બાય હોસ્પિટલ) રિપોર્ટ નોટ અવેયલેબલ જણાવવામાં આવેલ છે.
- અમારા અસીલ દ્વારા હોસ્પિટલના તમામ કાગળો આપ નંબર 1 નાને મોકલાવેલ છે. અને તે કાગળોના અનુસંધાને આપના દ્વારા _ હોસ્પિટલમાં તપાસ પણ કરવામાં આવેલ છે અને તેથી આપના દ્વારા ઉપરોક્ત બંને વિગત વાળી રકમ બાબતે પણ તપાસ કરવામાં આવેલ હોવાનું અમારા અસિલનું માનવું છે. અને તેથી તે વિગતોની માહિતી આપની પાસે પણ ચાલી આવેલ હોય, તે નાણાં રૂ.750/- તથા 12,500/- મળી કુલ્લે રૂ. 13,250/- અંકે રૂપિયા તેર હજાર બસ્સો પચાસ પૂરા અમારા અસીલને ચૂકવવા પાત્ર થતાં હોય, તેમ છતાં આપના દ્વારા તે નાણાં ન ચૂકવી, વેપારી શિરસ્તે ધારાનો ભંગ કરેલ છે. આમ, આપ બંને નોટિસ મેળવનાર દ્વારા અમારા અસિલની ક્લેઇમની રકમ રૂ. 13250/- ની રકમ ચૂકવવામાં ઢીલ કરી પૂરેપૂરો ક્લેઇમ ન ચૂકવીને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરી, સેવમાં ખામી ઊભી કરેલ છે. અમારા અસીલ અમોને પ્રીમિયમની રકમ ચૂકવી ગ્રાહક બનેલા હોય, ગ્રાહક તરીકે તમામ સેવાઓ પૂરી પાડવી તે તમારી કાયદેસરની ફરજ હતી અને છે.
- અમારા અસીલ, નોન પેયેબલ રકમની માંગણી કરતાં નથી પરંતુ રૂ. 13250/- ની રકમ અંગેના તમામ બિલ તથા જરૂરી કાગળો તમોને આપેલા છે અને આપની પાસે અમારા અસીલના તમામ સારવારના કાગળો તેમજ જે ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવેલ છે તે હોસ્પિટલના પુરાવાઓ પણ આપને રજૂ કરેલ છે અને તેથી બિલ નંબર 81 માં આપણા દ્વારા જે શોધ કરવામાં આવેલ છે તે અંગે આપ નંબર 1 નાઓ હોસ્પિટલ પાસે ખૂલાશો માંગી શકો છો. અમારા અસીલની પોલિસી મુજબ આપના દ્વારા સંપૂર્ણ રકમ ચૂકવણી કરવા પાત્ર હોવા છતાં આપના દ્વારા રૂ. 13250/- જેટલી મોટી રકમ ન ચૂકવી, સેવામાં ખામી સર્જએલ છે. અને તેથી તે રૂ. 13250/- ની રકમ પરત મેળવવા માટે હાલની કાયદેસરની નોટિસ આપવાની ફરજ પડેલ છે.
- આપના નોટિસ મેળવનાર નંબર 1 નાઓ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર છો અને તેથી સદરહુ __ હોસ્પિટલમાં તપાસ કરવાની જવાબદારી આપની ચાલી આવેલ હોય પરંતુ આપના દ્વારા તેમ ન કરી, નોટિસ મેળવનાર નંબર 2 નાઓ પાસેથી અમારા આસિલને રૂ. 13250/- પુરાની રકમ ચૂકવવામાં આવેલ નથી. પોલિસી આપતા સમયે આપના કર્મચારીઑ દ્વારા અમારા અસિલને અસ્વસ્થ કરવામાં આવેલ હતા કે હોસ્પિટલ બિલો તેમજ સારવારનો તમામ ખર્ચ વીમા કંપની ભોગવશે પરંતુ આપના કર્મચારીઑ દ્વારા આપવામાં આવેલ વચન અને વિશ્વાસનો ભંગ કરવામાં આવેલ છે અને તેથી આ નોટિસ આપવાની ફરજ પડેલ છે.
ઉપરોક્ત તમામ હકીકતનને ધ્યાને લઈ, આ નોટીસ મળ્યેથી દિન 15 માં અમારા અસીલના કાયદેસરના નાણાં રૂ.13250/- અંકે રૂપિયા તેર હજાર બસ્સો પચાસ પૂરા ચૂકવી આપશોજી. અને જો તેમ કરવામાં કસૂર કરશો તો અમારા અસીલ આપના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ, સક્ષમ કોર્ટ સમક્ષ દાખલ કરતાં અચકાશે નહીં. અને તેના તમામ પરિણામની જવાબદારી આપના શિરે રહેશે. જેની ખાસ નોંધ લેશોજી.
આ નોટિસ આપના કસૂરના કારણે આપવામાં આવેલ હોય, નોટિસ ફી ના રૂ. 10,000/- અંકે રૂપિયા દસ હજાર અલગથી હમારા અસીલને ચૂકવી આપશો અને તેની કાયદેસરની પહોંચ મેળવશોજી.
(નોંધ : બનાવ મુજબ નોટિસમાં સુધારા કરવા જરૂરી છે )
સ્થળ :
—————————— . એડવોકેટે ___________
તે
અરજદારનું નામ
ના એડવોકેટે ની સહી.
——————————
અરજદારનું નામ
VERY GOOD SIR
NICE