કોરોના વાયરસ (Coronavirus) ફેલાવવો એ ગુનો બને છે IPC Section 269 and 270

આટલું અવશ્ય કરો 

 1. ગૃહીણીઓ ને વિનંતી કે 1-2 અઠવાડિયા ની વસ્તુ સાથે ખરીદો રોજ રોજ બહાર નીકળવાનું ટાળો 
 1. ધંધા અને નોકરીવાળા વ્યક્તિ આ[ જ ઘરની બહાર નીકળવું સીધા ઘરથી કામના સ્થળે અને પરત ઘરે આવવાનું રાખો રસ્તામાં ટોળ ટપ્પા મીરવા ઉભા ન રહો 
 1. પાનના ગલ્લે કે[ ચાની લારીએ ડાયરા ભરવાનું બંધ કરો ઘરેથી થર્મોસ માં ચા લઇ જવાય હોટેલ ની ચા લેવી પડે તેમ હોય તો લઈને ચાલતી પકડો 
 1. દવાખાને જવાનું ટાળો ફોનથી ડૉક્ટર સાથે વાત કરી સામાન્ય રોગોની દવા લઇ શકાય
 1. ખરેખર જરૂર હોય ડોક્ટરો કહ્યું હોય અને ઇમરજન્સી હોય તો દવાખાને ફક્ત દર્દી અને એક જ સાથીદાર જાય 
 1. હોસ્પિટલ ખબર કાઢવાનું બંધ કરો
 1. હોસ્પિટલની બહાર પણ ટોળા ડાયરા ન કરો 
 1. સગાવહાલા સંબંધી મિત્રો સાથે ફોન કે સોસીયલ મીડિયા માં વાત કરો રૂબરૂ મળવા ન જાઓ 
 1. માસ્ક ન ગમે મુંજારો થાય તો પણ પહેરો મુત્યુ કરતા મુંજારો સારો 
 1. સોશિયલ ડિસ્ટન્સ નું અવશ્ય પાલન કરો બે ગજ ની દુરી બાનવીને રાખો 
 1. વારંવાર સાબુથી હાથ ધિવાનું રાખો અને વારંવાર હાથ ને સૅનેટાઇઝ કરો 
 1. કોઈ વહેમમાં ના રહે કે મને કઈ ન થાય કોરોના કોઈના બાપની પણ ઓળખાણ નથી રાખતો 
 1. પૈસાદાર અને ડોક્ટરોને પણ ટિકિટ પકડાવી દે છે અત્યાર સુધી 300 થી વધુ ડોક્ટરોના મુત્યુ કોરોના ના કારણે થઈ ચુક્યા છે માટે ચેતજો 
 1. કારણ વગર કોઈ ને પણ મળવાનું ટાળો 
 1. બાળકો વૃધો કે અન્ય રોગવાળા અને સગર્ભા સ્ત્રીઓ ની વધુ સંભાળ રાખો તેમને ઘરની બહાર નીકળવા દેશો નહીં
 1. વાતાવરણ બહુ ખરાબ છે કોરોના ના દર્દી આપણી આજુબાજુમાં પણ હોઈ શકે છે 
 1. કોરોના સાથે જીવતા શીખવું પડશે પણ સાવચેતી રાખી ને નહીં કે બેદરકારી ડરવાની જરૂર નથી પણ સાવચેતી ખુબ જરૂરી છે 
 1. સરકારે ફરી લોકડાઉન લગાવવું પડે કે કડક કાયદા કરી મોટા દંડ વસુલ કરવા પડે તે પહેલા આપણે જ સમજણ થી કામ લેવું પડશે જેથી આપણા નોકરી ધંધા પણ ચાલુ રહે અને કોરોના થી પણ બચી શકાય
 1. સરકારની ગાઈડલાઈન્સ નું અચૂક પાલન કરો ઉકાળી લીંબુ પાણી ગરમ પાણી સતત પીવાનું ચાલુ રાખો રોગપ્રતિકારક શક્તિ વધુ બને તેવો ખોરાક લેવાનું રાખો 

કોરોનાથી બચવા માટે નીચે મુજબ કરો  નોંધ :- ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

પ્રાણાયામ 

દરરોજ સવારે તથા સાંજે ફરજીયાત પાંચ પાંચ મિનિટ ઊંડા શ્વાસ લેવા શ્વાસ વધુ રોકી રાખવાનો પ્રયાસ કરવો અનુલોમ વિલોમ કપાલ ભારતી કરવા આ પ્રમાણે કરવાથી ફેફસાની તાકાત વધે છે અને પ્રાણવાયુ (ઓક્સિજન )ને ટકાવી રાખવાની ક્ષમતા વધે છે 

ગરમ પાણી 

સવાર સાંજ ફાવે અને ભાવે એટલું ગરમ પાણી પીવું ગરમ પાણીથી સ્વાસતંત્ર તથા પાચનતંત્ર શુદ્ધ થાય છે અને વાયરસ સામે લડવાની ક્ષમતા માં વધે છે 

અજમાનો નાસ 

રાત્રે સૂતી વખતે પાણીમાં માફકસર અજમો નાખી તેને ગરમ કરી અને તેની વરાળ નો શ્વાસ લેવો આ અજમાનો નાસ ફેફસામાં આખા દિવસ દરમિયાન આવેલ વાયરસ બેક્ટેરિયાઓને દૂર કરે છે અને ફેફ્સાઓને સુરક્ષિત રાખે છે 

સૂંઠ 

ઘરમાં સૂંઠ પણ કોરોનને દૂર રાખતો સર્વોત્તમ ઉપાય છે તેમાં એક ચપટી સૂંઠ સવાર સાંજ જીભ પર રાખી અને ધીરે ધીરે ગાળાની નીચે ઉતારવી સુંઠ કફ થતો અટકાવે છે ગોળની નાની ગોળીઓ પણ આપી શકાય છે 

મીઠાના કોગળા 

ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગળા વાયરસને દૂર કરવાનો એક આસાન ઉપાય છે જો કફ હોય તો દિવસમાં પાંચ થી છ વાર અથવા એકવાર તો પ્રયોગ અવશ્ય કરવો 

ઉકાળો 

તુલસી ફુદીનો કાળામરી સુંઠ અને દેશી ગોળ નાખી તેનો ઉકાળો અનુકૂળતા મુજબ પીવો 

કોરોના વાઇરસના સંક્ર્મણને અટકાવવા માટે નીચે જણાવેલ સૂચનો ધ્યાનમાં લેવા અપીલ કરવામાં આવે છે.

 • ઘરથી બહાર જતી વખતે માસ્ક ફરજીયાત પહેરવું। 
 • બે વ્યક્તિ વચ્ચે બે ગજનું અંતર રાખવું 
 • જાહેર સમારંભ કે મેળા કરવા નહીં 
 • ભીડ ભાડ વાળી જગ્યા પર જવાનું ટાળવું 
 • શરદી ખાંસી તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો નજીકના હેલ્થ સેન્ટર / ફેમિલી ફીઝીશ્યનનો સંપર્ક કરવો અથવા આરોગ્ય હેલ્પ લાઈન નં 104 નો સંપર્ક કરવો  
 • નોંધ :- ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે

કોરોના વાયરસ ફેલાવવો એ ગુનો બને છે 

ભારતીય ફોજદારી અધિનિયમ 1860ના કાયદામાં નીચે મુજબની કલમ હેઠળ કોરોના વાયરસ ફેલાવવા પર ગુનો બને છે 

 • કલમ (Section) 269, જેનાથી ચેપી રોગ ફેલાય તેવું  કૃત્ય કરવું – 6 માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બને 
 • કલમ (Section) 270, જિંદગીને જોખમકારક હોય એવો ચેપીરોગ ફેલાય તેવું કૃત્ય ઇરાદાપૂર્વક કરવું – 2 વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બને   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page