IPC Section 498a in Gujarati, IPC Section 498a Punishment

IPC Section 498 – A in Gujarati

IPC Section 498a, કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગાઓ દ્વારા તેણી સાથે  ક્રૂરતા કરવા બાબત અથવા પરણિત સ્ત્રી ઉપર પતિ અને સાસરિયાં પક્ષ દ્વારા આચરવામાં આવતી ક્રૂરતા. જે કોઈ વ્યક્તિ દ્વારા કે તેના સગાઓ દ્વારા તે વ્યક્તિની પત્ની સાથે ક્રૂરતા કરે કે તેને હેરાનગતિ કરે તો તે તમામ વ્યક્તિ આ કલમ હેઠળ સજાને પાત્ર થશે.

ક્રૂરતા એટલે શું?

  • કોઈ સ્ત્રીને શારીરિક ત્રાસ જેમ કે સ્ત્રીને મારવામાં આવે તેને ભોજન આપવામાં ન આવે અથવા પૂરતું ભોજન ન આપવામાં આવે જાણીબૂજીને ઇજાઓ પોહચડવામાં આવે અથવા.
  • સ્ત્રીને માનસિક ત્રાસ જેમ કે દહેજની માંગણી, કામ તથા રસોઈ બાબતે ટોકવામાં આવે, પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો તે બાબતે ટોકવામાં આવે, કે તેના પિયર જેમ કે તેના માતા – પિતા, ભાઈ વગેરેને ખોટ અપશબ્દો બોલે વગેરે રીતે માનસિક ક્રૂરતા જ ગણવામાં આવશે.

IPC Section 498 – A Punishment.

આ કલમ હેઠળના ગુનામાં જે તે વ્યક્તિને 3 વર્ષની કેદ અને દંડ થશે, આ સજા કોર્ટમાં ગુનો સાબિત થાય પછી મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા હુકમ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા

IPC Section 498 A કલમને લગતી એક ફરિયાદનો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી. રૂપાલી દેવી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના આ કેસમાં મૂળ બે ન્યાયમૂર્તિઓ વિગત તપાસી રહ્યા હતા. જ્યુરીસડિક્શનને લગતા મુદ્દા અંગે આ બે જજોની બેન્ચે વરિષ્ઠ બેંચને વિગતો મોકલી હતી.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇજસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ સંજય કિસન કૌલની બનેલી આ બેન્ચે એવી રજૂઆતને માન્ય રાખી હતી કે સસરિયાના અત્યાચારનો શિકાર બનેલી મહિલા જ્યાં હોય ત્યાંથી પોલીસ ફરિયાદ કરી શકે છે. એ માટે એ કોઇ ચોક્કસ સ્થળે હોવી જરૂરી નથી

ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 498A અંતર્ગત ફરિયાદ થયેલી જે ફરિયાદ  રદ કરી નાંખી હતી અને જણાવ્યું હતુ કે જો છૂટાછેડા લેવાના આશયથી પતિ સામે ક્રૂરતા આચરવાની કે દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી હશે તો તેવી કરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. જજ બી.એન કારિયાએ જણાવ્યું કે આ કાયદાનો દુરૂપયોગ હોવાને કારણે પતિ સામે કાયદાકીય પગલા ન ભરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page