Jaher (Public) Notice Format in Gujarati

જાહેર નોટિસ (Jaher Notice) 

જાહેર નોટિસ

_______ જિલ્લાના તાલુકે _______ના મોજે ગામ _______ ના બ્લોક નં. _______ વાળી બિનખેતીની જમીનમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં ________ વાળી કુલ સુમારે ________ ચો.મી. જમીનમાં પાડવામાં આવેલ રહેણાકના પ્લોટો પૈકી પ્લોટ નં ______કે જેનું ક્ષેત્રફળ _______ ચો.મી. વાળી મિલકત સંબધિત દસ્તાવેજો/પેપર્સ પૈકી સબ રજિસ્ટ્રારશ્રી _________ની કચેરીમાં તારીખ __________ ના રોજ અનુક્રમ નંબર ______ થી અગ્ર હક્કધારી દિનેશભાઇ ના નામે નોંધાયેલ અસલ વેચાણ દસ્તાવેજની સબ રજીસ્ટ્રાર દ્વારા અપાયેલ રજીસ્ટ્રેશન ફીની રસીદ અનુક્રમ નંબર _________ ગુમ થયેલ છે / હાલમાં જડતી નથી / મળી આવતી નથી. મજકૂર રસીદ અગર અન્ય કોઈ અસલ ડિડ/પેપર્સ જો કોઈના કબજામાં હોય યા મજકૂર મિલકતમાં જો કોઈ અન્ય બઁક, નાણાકીય સંસ્થા યા વ્યક્તિનો હરકોઈ પ્રકારનો હક્ક, હિત, સંબંધ, હિસ્સો, દરદાવો, લાગભાગ, બોજો યા ચાર્જ હોય તો તે અંગે આ નોટિસ પ્રસિદ્ધ થયાના દિન – 7 માં અમોને નીચે જણાવેલ ઠેકાણે દસ્તાવેજી પુરાવા સહિત જાણ કરવી. તેમ થવામાં કસૂર થશે તો મજકૂર રજીસ્ટ્રેશન રસીદ ખરેખર ગેરવલ્લે ગયેલ છે એવું માનીને તેઓએ સદરહુ મિલકત પરત્યેના તેમના તમામ હક્ક અધિકાર વેવ કરેલા યાને જતાં કરેલા હોવાનું માની અમારા અસીલ સદરહુ મિલકતનો વેચાણ દસ્તાવેજ તેમની તરફેણમાં કરાવી લેશે ત્યારબાદ કોઇની કોઈપણ જાતની તર-તકરાર ચાલશે નહીં, જેની આથી જાહેર નોંધ લેવી.

તારીખ :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page