Machine Sale Agreement Format in Gujarati PDF Download

Used Machine Sale Agreement Format in Gujarati, Sale Agreement in Gujarati,

Machine Sale Agreement Format in Gujarati, Machine Sale Agreement Format in Gujarati pdf,

-:: મશીનરીનો
વેચાણ કરાર ::-

સવંત : 2077 ના ___________ વદ ____ ને તારીખ :_____, વાર
:
_______, માહે : __________, સને : ___________ ના અગ્રેજી દિને..

 

આ વેચાણ કરાર
લખાવી લેનાર યાને ખરીદનાર તે તમો પહેલા પક્ષના :-

મે.
સિધ્ધી ફેશનના પ્રોપ.

(ખરીદનારનું
પૂરું નામ)

ઉ. આ. વ.:       , ધંધો,:              ,
જાતના.:         ,

રહેઠાણ :

જોગ લી..

આ વેચાણ કરાર લખી
આપનાર યાને વેચનાર તે અમો બીજા પક્ષના :-

મે.
દુર્ગા ફેશનના પ્રોપ.

(વેચનારનું
પૂરું નામ)

  ઉ. આ. વ.:     , ધંધો,:              ,
જાતના.:         ,

રહેઠાણ :

 

જત
અમો બીજા પક્ષના તમો પહેલાપક્ષનાને આ મશીનરીનો વેચાણ કરાર લખી આપી જણાવીએ છીએ કે..

  1. અમો
    બીજા પક્ષનાની માલિકીના ત્રણ કોમ્પ્યુટરાઈજ એમ્બ્રોઇડરી (મલ્ટી) મશીન કે જે
    _________ કંપનીના 2 મશીન અને રેમ્બો કંપનીનું એક એમ કુલ ત્રણ મશીનો કે જે 15*250
    એમએમ એરિયા,
    જે 15 હેડના છે. જે મશીન અમો બીજા પક્ષનાએ તમો પહેલા
    પક્ષનાને નીચેની શરતોને આધીન રહીને તારીખ :   /  /                       ના રોજથી વેચાણ આપેલા
    છે. જેની લેખિતમાં મશીનરીનો વેચાણ કરાર આજરોજ તારીખ :   /  /                      કરવામાં આવેલ છે.
  2. સદરહુ
    મશીનની કુલ વેચાણ અવેજ રકમ રૂ. 4,50,000/- અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા
    નક્કી કરેલ છે. સદરહુ વેચાણ કિમત સદરહુ મશીનની વ્યાજબી બજાર કિમત છે. સબબ આપણે
    પક્ષકારોએ વેચાણ કિમત બાબતે કોઈ તકરાર કરવા કરાવવાની નથી.
  3. સદરહુ
    મશીનની કુલ વેચાણ અવેજ તમો પહેલા પક્ષનાને હમો બીજા પક્ષનાને આજદિન સુધી ટુકડે
    ટુકડે રોકડેથી ચૂકવી આપેલ છે. જે અંગેની પાકી રસીદો અમો પ્રથમ પક્ષનાએ મેળવી લીધેલ
    છે.
  4. ઉપર
    જણાવેલ વિગત અને વર્ણનવાળી મશીનરીના વેચાણ અવેજના નાણાં હમોને મળી ગયા હોય સદરહુ
    ઉપર જણાવેલ મશીનરી હમો બીજા પક્ષનાએ તમોને વેચાણે આપી દઈ હમારા માલિકીપણા અને કબજા
    વહીવટ માંથી કાઢી તમારા માલિકીપણા અને કબજા વહીવટમાં સુપ્રત કરી દીધી છે સહી.
  5. સદરહુ
    મશીનો કોઈ કોર્ટ કચેરીના પ્રકરણમાં સંડોવાયેલ નથી. જેની અમો બીજા પક્ષના પાકી
    ખાત્રી અને વિશ્વાસ આપીએ છીએ. તેમ છતાં સદરહુ મશીનરીના માલિકી હક્ક બાબતે હરકોઈ તર
    તકરાર ઉપસ્થિત થાય તો તેની તમામ જવાબદારી હમો બીજા પક્ષનાની રહેશે અને તેને કારણે
    નુકશાન થાય તો તે માટે મજકુર અવેજ હમોએ તમોને ભરપાઈ કરી આપવાનો રહેશે સહી.
  6. સદરહુ
    મશીનરી ઉપર હરકોઈની હરકોઈ પ્રકારની રકમ બાકી નીકળતી નથી તેમજ સદરહુ મશીનરી ઉપર અમો
    બીજા પક્ષનાએ અન્ય કોઈ વ્યક્તિ તેમજ બઁક પાસેથી કરજ મેળવી તેના તારણમાં કે બોજમાં
    લખી આપી નથી.   
  7. સદરહુ
    મશીનરી ઉપર કસ્ટમ કે કોઈ બઁક કે અન્ય ત્રાહિત વ્યક્તિના કોઈપણ જાતના ડયુટી કે લેણા
    બાકી નીકળતા નથી, જો આવા કોઈ પણ પ્રકારની જવાબદારી ભવિષ્યમાં ઉપસ્થિત થાય તો તે
    બદલ તમામ જવાબદારી હમો બીજા પક્ષનાની રહેશે અને તેને કારણે નુકશાન થાય તો તે માટે
    મજકૂર અવેજ હમોએ તમોને ભરપાઈ કરી આપવાનો રહેશે સહી.

તેમજ
તમો પહેલા પક્ષના સિવાય અન્ય કોઈને વેચાણ, ગીરો, બક્ષિસ વિગેરેથી આપેલ નથી કે તે
અંગે કોઈ વ્યક્તિને આવા લખાણો કરી આપેલ નથી. જેની અમો બીજા પક્ષના આ કરારની રૂએ
પાકી ખાત્રી આપીએ છીએ.
તેમજ
તમો પહેલા પક્ષના સિવાય અન્ય કોઈને વેચાણ, ગીરો, બક્ષિસ વિગેરેથી આપેલ નથી કે તે
અંગે કોઈ વ્યક્તિને આવા લખાણો કરી આપેલ નથી. જેની અમો બીજા પક્ષના આ કરારની રૂએ
પાકી ખાત્રી આપીએ છીએ.
એણી
વિગતનો આ મશીનરીનો વેચાણ કરાર અમો બીજાપક્ષનાએ અમારી રાજીખુશીથી અક્કલ હોશિયારીમાં
વાંચી, વંચાવી, સમજી, વિચારી, તન-મનની સાવધ અવસ્થામાં કોઈના કોઈપણ જાતના દાબ-દબાણ
વગર બિનકેફ હાલતમાં કરી આપેલ છે. જે અમો બીજાપક્ષનાને તથા અમારા વંશવાલી, વારસોને
કબૂલ મજૂર અને બંધનકર્તા છે અને રહેશે સહી.

 

અત્રે. _________________________________મતું.           તત્રે. _________________________________શાખ


આ વેચાણ કરાર
લખાવી લેનાર યાને ખરીદનાર તે તમો પહેલા પક્ષના :-

 


—————————————–                                   ——————————–

(ખરીદનારનું
પૂરું નામ)
                                                                            સાક્ષી

આ વેચાણ કરાર લખી
આપનાર યાને વેચનાર તે અમો બીજા પક્ષના :-

 


—————————————–                                   ——————————–

(વેચનારનું પૂરું
નામ)
                                                                               સાક્ષી

Machine Sale Agreement Word Format in Gujarati,

Machine Sale Agreement Word Format in Gujarati,

Machine Sale Agreement Format in Gujarati pdf,  

Machine Sale Agreement Format in Gujarati pdf,

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page