Surname Change Affidavit in Gujarati, Affidavit For Surname Change in LIC Policy

Surname Change in LIC Policy in Gujarati 

Surname Change Affidavit Sample in Gujarati

એફિડેવિટ

આથી અમો નીચે સહી કરનાર કાજલબેન દલાલ ઉ. આ. વ. 29, ધંધો.નોકરી, રહેવાસી, _______________________________________________.

આથી હું કાજલબેન દલાલ મારા ધર્મ પ્રમાણેના સોગંદ લઈ જાહેર કરું છું કે, હું સરકારી દફતરે, અર્ધ સરકારી દફતરે, પાનકાર્ડ વિગેરે જગ્યાએ કાજલબેન દલાલ ના નામે ઓળખાવ છું જે હકીકત ખરી અને સાચી છે. અમોએ એલ. આઈ. સી. પોલિસી ઉતરાવેલ છે જેમાં અમોની અટક ભૂલથી દલાલ ની જગ્યાએ કલાલ લખાયેલ છે, જે અટક અમોથી ખોટી લખાયેલ છે, હમોની સાચી અટક દલાલ છે, સદરહુ હાલ એલ. આઈ. સી. પોલિસીમાં હમોની અટલ કલાલ માંથી સુધારી દલાલ કરવા માંગીએ છીએ, અને એલ. આઈ. સી. માંથી અમોને ચેક આવેલ છે જેમાં અમોની અટક દલાલ ને બદલે કલાલ લખાયેલ છે જે સુધારી નવો ચેક દલાલ અટકથી કાઢી આપવા આ એફિડેવિટ બનાવવામાં આવી છે.

ઉપર એફિડેવિટમાં દર્શાવેલ તમામ હકીકત મારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે, ખોટી એફિડેવિટ કરવી એ ફોજદારી ગુનો બને છે તે હમો સારી રીતે જાણીએ છીએ.

સ્થળ:

તારીખ                                                                                 ———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page