Traffic Police Rules :-
ભારતમાં કાયદો બધાને માટે સમાન છે, એ પોલીસ કર્મચારી હોય કે ભારતનો કોઈપણ નાગરિક હોય, કાયદો બધા માટે એક સમાન છે, મિત્રો આજે આપણે Traffic Police દ્વારા રોકવામાં આવે તો તમને આ Traffic Police Rules નિયમની જાણ હોવી જોઈએ. જેમાં તમે નીચે મુજબના નિયમોથી વાકેફ હોવા જોઈએ.
A. Traffic Police કર્મચારી યુનિફોર્મમાં હોવો જોઈએ
– યુનિફોર્મ પર તેનો બકલ નંબર / નામ હોવું જોઈએ
– આ બંને માથી કઈ ન હોય તો તમે તેમનું આઈ. ડી. પ્રૂફ માંગી શકો છો.
– અગર તે તેમનું આઈ.ડી. પ્રૂફ ન બતાવે તો તમે તે Traffic Police કર્મચારીને તમારા ગાડીના ડોક્યુમેંટ્સ બતાવવા માટે ના પાડી શકો છો.
B. ચલણ બુક / ઇ-ચલણ જગ્યા પર હોવું જરૂરી છે.
– Traffic Police કર્મચારી પાસે ચલણ બુક અથવા ઇ-ચલણ ન હોય તો તે નિયમ અનુસાર તમારું ચલણ નહીં બનાવી શકે.
C. નીચેના કારણોસર Traffic Police ચલણ બનાવી શકે.
– રેડ લાઇટ સિગ્નલનો ભંગ કરવા પર, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા પર, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરવા પર, વાહનમાં ધ્રુમપાન કરવા પર, રજીસ્ટ્રેશન વગરનું વાહન ચલાવવા પર, નંબર પ્લેટ સીધી રીતે દેખાતી ન હોય ત્યારે,
D. Traffic Police કર્મચારી તમારી ગાડીની ચાવી નહીં કાઢી શકે.
– કોઈપણ Traffic Police કર્મચારી તમારી બાઇક / કાર વિગેરેની ચાવી બળજબરીથી કાઢી શકશે નહીં.
– તથા તમારી કાર રોડના કિનારા પર સાઇટમાં ઉભેલ હોય અને તેમાં તમે હાજર હોવ તો ક્રેન વાળા તે કારને તમે અંદર બેઠા હોવ ત્યાં સુધી તે કાર ઉઠાવી શકશે નહીં.
E. ગાડીના દસ્તાવેજો બતાવવાના છે. Traffic Police ને આપી દેવાના નથી.
– કોઈપણ Traffic Police કર્મચારી તમારી ગાડી રોકવા ઈશારો કરે તો આરામથી તમે તમારી ગાડી સાઈડમાં ઊભી રાખી તમારા ગાડીના ડોક્યુમેંટ્સ બતાવી શકો છો.
– મોટર વાહન અધિનિયમની કલમ 130 ને અનુસાર તમારે ગાડીના દસ્તાવેજો બતાવવાના છે, આપી દેવાના નથી.
F. અગર તમારી પાસે ચલણ ભરવા માટે પૈસા નથી તો ?
– તેવા સમયે Traffic Police તમને RTO / કોર્ટનું ચલણ આપશે તે ચલણમાં જે તે તારીખે તમે ચલણ ભરી શકો છો.
G. Traffic Police તમારું Driving License જપ્ત કરે તો તેની રિસીપ્ટ તેના પાસેથી ફરજિયાત લઈ લેવી.
H. Traffic Police દિવસ દરમ્યાન તમારું ઍક જ વાર ચલણ કરી શકે છે.
– Traffic ના નિયમોને અનુસાર Traffic Police પોલીસ તમારું ચલણ દિવસ દરમિયાન એક જ વાર કાપી શકે છે. જેમ કે હેલમેંટ ન પહેરેલ બદલ તમારું ચલણ બનાવેલ છે તો આખા દિવસમાં ફરી વખત તમારું હેલમેંટ બાબતનું ચલણ કોઈ કર્મચારી બનાવી શકે નહીં.
I. તમારી ગાડી સાથે નીચે મુજબના ડોક્યુમેંટ્સ ફરજિયાત સાથે રાખવા જોઈએ.
– ડ્રાઇવિંગ લાઇસેંસ
– RC બુક – ગાડીનું રજીસ્ટ્રેશન સેર્ટિફિકેટ
– ગાડીનો વીમો
– PUC – પોલ્યુશન અંડર કંટ્રોલ સેર્ટિફિકેટ
J. તમામ નાગરિકોએ નીચે મુજબના નિયમોનું પાલન ફરજિયાત કરવું જોઈએ.
– બાઇક ચલાવતી વખતે હેલમેંટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવું જોઈએ.
– કાર ચલાવતી વખતે સીટબેલ્ડ લગાવીને જ ડ્રાઇવિંગ કરવું જોઈએ.
– નંબર પ્લેટ નિયમ અનુસાર લગાડેલી હોવી જોઈએ.
– ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં.
– Traffic Police અગર કોઈ કારણસર તમને ગિરફતાર / ધરપકડ કરે તો 24 કલાકમાં તમને જે તે મેજિસ્ટ્રેટની સમક્ષ રજુ કરવા પડે છે.