ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦. (ભાગ – ૧) Indian Penal Code – 1860

ભારતીય દંડ સંહિતા વિશે થોડી સામાન્ય માહિતી મેળવશું.

ખાસ કરીને સરકારી નોકરી ની ત્યારે કરતા વિદ્યાર્થી મિત્રોને ખુબ ઉપયોગી સાબિત થશે. અને સામાન્ય લોકો ને પણ ખુબ ઉપયોગી થઇ શકે છે. હાલના સમયમાં કાયદાની સામાન્ય માહિતી તો દેશના દરેક નાગરિક પાસે હોવી ખુબ જરૂરી છે. આમ જો તમારી પાસે કાયદાનું થોડું પણ જ્ઞાન હશે તો કોઈ પણ વ્યક્તિ તમને ખોટી રીતે હેરાન કરે તો તેની સામે તમે યોગ્ય પગલાંઓ લઈ શકો.અને તેની સામે તમે યોગ્ય ફરિયાદ પણ કરી શકો.
હાલ આપડે ભારતીય ફોજદારી અધિનિયમ ની સામન્ય માહિતી મેળવશું. જેમાં આપડે કાયદાની સ્થાપના વિશે, કઈ તારીખે કાયદો અમલમાં આવ્યો. તેના વિશે નીચે મુજબની માહિતી જાણીએ.

આ કાયદા ના નામ

૧. ભારતીય ફોજદારી ધારો. ૧૮૬૦૨. ભારતીય દંડ સંહિતા ૧૮૬૦૩. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦.૪. ઇન્ડિયન પીનલ કોડ ૧૮૬૦ (Indian Penal Code 1860)
આ કાયદો ૧૮૬૦નો ૪૫મો કાયદો ગણાય છે.
પ્રથમ કાયદા પંચના પ્રમુખ લોર્ડ મેકોલો દ્વારા આ કાયદો બનાવી ૧૮૩૭ માં તેનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો.

મંજુરી ૦૬ ઑક્ટોબર ૧૮૬૦ ના રોજ ગવર્નર લોર્ડ કેનિંગ દ્વારા મંજુરી મળી.
 આ કાયદામાં કુલ ૫૧૧ કલમોનો સમાવેશ થયો છે.આ કાયદા માં કુલ ૨૩ + ૩ પેટા પકરણનો સમાવેશ થયેલ છે.
ભારતીય ફોજદારી અધિનિયમ બે ભાગમાં વહેચવામાં આવેલ છે
૧. પ્રથમ ભાગમાં કલમ ૧ થી ૧૨૦ અને

૨. બીજા ભાગમાં કલમ ૧૨૦(એ) થી ૫૧૧ સુધીની તમામ  કલમો વિશે માહિતી આપેલ છે

 આ કાયદો કોને લાગુ પડતો નથી જે નીચે મુજબના નામનો સમાવેશ થાય છે.
૧. રાષ્ટ્પતિ

૨. રાજ્યપાલ

૩. વિદેશી રાજ્યકર્તા

૪. વિદેશી દુશ્મન

૫. વિદેશ લશ્કર

૬. યુદ્ધ જહાજ

૭. અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ

૮. યુ.નોના અધિકારી

નોધ. ઉપરોક્ત આપેલ તમામ માહિતી માંથી કોઈ ભૂલ તમને જણાય આવે તો તમે લોકો નીચે કોમેન્ટ માં જણાવી શકો જેથી માહિતીને સુધારી યોગ્ય માહિતી મુકી શકાય.
આભાર :- કાયદા ગુરુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page