Love Marriage Documents List

Love Marriage Documents List in Gujarati – કોર્ટ મેરેજ ડોક્યુમેન્ટ

નમસ્તે દોસ્તો આજે અમે તમને લવ મેરેજ અને કોર્ટ મેરેજમાં કરવા માગતા લોકો માટે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડે અને ક્યાં ક્યાં દસ્તાવેજી પુરાવા ફરજિયાત જરૂર પડે તેના વિષે જણાવીશું.

સૌપ્રથમ જે કોઈ પણ વ્યક્તિ મેરેજ કરવા માંગતા હોય તો તેવા પુરૂષ વ્યક્તિની ઉમર ૨૧ વર્ષ કે તેનાથી વધુ (૨૧ કરતાં ઓછી ઉમર ચાલશે નહીં) અને સ્ત્રી માટે ૧૮ વર્ષ કે તેનાથી વધુ (૧૮ કરતાં ઓછી ઉમર ચાલશે નહીં).

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 માં જ્યારે વર કન્યાનો ધર્મ અલગ અલગ હોય ત્યારે ખાસ કરવાના રહેશે જે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 મુજબ નોંધણી કરવી જરૂરી છે અને જેમાં 30 દિવસ જાહેર નોટિસની સમય મર્યાદા હોય છે અને તે સમય મર્યાદા વિત્યા બાદ તમને સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષી સાથે બોલાવશે.

દસ્તાવેજી પુરાવાઓ.  

૧. વર કન્યાના જન્મનો પુરાવો (જન્મનો દાખલો, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ)

૨. વર કન્યાના આધાર કાર્ડની નકલ

૩. બે સાક્ષીના આધાર કાર્ડની નકલ

૪. વિધિ કરનાર મહારાજના આધાર કાર્ડની નકલ

૫. વર કન્યાના પાસપોર્ટ સાઈઝના ૪ – ૪ ફોટો

૬. વર કન્યાના લગ્નનો ફોટો જેમાં બંનેના ફેસ સરખા આવવા જોઈએ

૭. લગ્ન કંકોત્રી (જો લગ્ન કંકોત્રી ન હોય તો એફિડેવિટ)

૮. ૨૦૦-૨૦૦ ની મેરેજ ટિકેટ

૯. અરજી ઉપર ત્રણ રૂપિયાની ટિકેટ   

અરજી ફોર્મ

મેરેજનું ફોર્મ બે સેટમાં

Marriage_Form1_MerriageCerti_Eng Marriage_Form1_MerriageCerti_GUJ Marriage_Form1_MerriageCerti_Proof Marriage_Memorandum_Guj Marriage_Memorandum_Eng

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page