R.T.I Act 2005 in Gujarati / માહિતી અધિકાર અધિનિયમ 2005

R.T.I Act 2005 in Gujarati / માહિતી અધિકાર અધિનિયમ 2005

શું તમે RTI Act 2005 કરવા માંગો છો?

  • મિત્રો, આપણાં દેશમાં મોટા ભાગના સરકારી વિભાગોના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, આમ આ ભ્રષ્ટાચાર આપડી નજર સામે થાય તેમ છતાં આપડે કઈ કરી શકતા નથી એનું એક જ કારણ છે જે આપણેને પૂરતી કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકતા નથી. આમ લગભગ સરકારી તમામ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે.
  • ગામડાઓમાં પંચાયતોમાં અને નગરપાલિકાઓ તેમજ અન્ય સરકારી ખાતાઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયા છે.
  • પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે, અને પ્રજા હાથ ઉપર હાથ રાખીને બેઠી છે.
  • જો તમે જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારમાં લડવા માંગતા હોય તો આ રહી માહિતી.

RTI Act 2005 શું છે?

આ અધિનિયમ 12 મી ઓકટોબર 2005 ના રોજ અમલમાં આવ્યો, 15 મી જૂન 2005 ના રોજ તેના ઘડતરથી 120 માં દિવસે અમલમાં આવે છે, ભારતના વડાપ્રધાન મનમોહનસિંઘના કાર્યકાળના વર્ષ 2005 માં સૌપ્રથમ આ કાયદો બનાવવામાં આવ્યો હતો, કાયદાનું નામ “ માહિતી અધિકાર અધિનિયમ 2005 “ રાખવામાં આવેલ છે.
કાયદાને ટુંકમાં આર. ટી. આઈ. એક્ટ 2005 / RTI Act 2005 કહેવામાં આવે છે, આ કાયદાની જોગવાઈ મુજબ ભારતનો દરેક નાગરિક આરટીઆઇ દ્વારા જોઈતી માહિતી માહિતી કચેરીએથી માંગી શકે છે.

માહિતી અધિકાર અધિનિયમ 2005

કાયદો કોને લાગુ પડે છે ?

    • તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ,સરકાર પાસેથી અનુદાન મેળવતી સરકારી કે બિન સરકારી સંગઠન સંસ્થાઓ

    માહિતી કેવી રીતે મેળવી શકાય ?

    • સંબધિત કચેરીમાં રૂબરૂ અરજીથી અથવા ટપાલ દ્વારા.
    • ઇ-મેઈલ દ્વારા રેકર્ડના રૂબરૂ નિરક્ષણથી.
    • અરજી સાદા કાગળમાં અથવા નિયત “ક” નમૂનામાં કરી શકાય.

    માહિતી કેટલા દિવસમાં મળી રહે ?

    • અરજી મળ્યાથી 30 દિવસમાં
    • ત્રાહિત પક્ષકારને લગતી 40 દિવસમાં
    • વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્ય લગતી 48 કલાકમાં

    માહિતી માટેની રાજ્ય સરકારની અરજી ફી રૂ/ 20 અને કેન્દ્ર સરકારની અરજી ફી રૂ/ 10 લગાવવાની,

    RTI Act 2005 in GujaratiRs.20 stamp ticket

    Court Stamp Fees rs 20
    Court Fees rs 20

    માહિતી મેળવા માટે ફીના દર?

    • માહિતીના એક પાના દીઠ બે રૂપિયા.
    • રેકર્ડ ઈન્સ્પેકશન માટે પ્રથમ અર્ધો કલાક વિના મૂલ્યે.
    • ત્યાર પછીના દર અર્ધો કલાકના 20 રૂપિયા મુજબ ( પ્રમાણિત BPL લાભાર્થી માટે ફી-મુક્તિ)

    માહિતી ન મળે તો શું ?

    • 30 દિવસમાં કોઈ જવાબ ન મળે તો અથવા ખોટી અધૂરી માહિતી મળે તો પ્રથમ અપીલ સતાધિકારીને કરી શકાય અને ન્યાય ન મળે તો બીજી અપીલ ગુજરાત રાજ્ય માહિતી આયોગને કરી શકાય. અપીલ સમય મર્યાદા પ્રથમ અપીલ માટે 30 દિવસ અને બીજી અપીલ માટે 90 દિવસની સમય મર્યાદા આપવામાં આવેલ છે. બીજી અપીલ કરવાની હોય તો તેને ગુજરાત રાજ્ય માહિતી આયોગ વિભાગમાં કરવાની રહશે જેનું સરનામું “ આંકડા અને અર્થશાસ્ત્ર નિમયકશ્રી કચેરી, પહલો માળ, સેક્ટર-18, ગાંધીનગર” આ સરનામા પર બીજી અપીલ મોકલવાની રહેશે.

    RTI Act 2005 Application Format PDF

    2 Comments

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You cannot copy content of this page