IPC 1860 Most Imp Question and Answer in Gujarati Languages
IPC 1860 : INDIAN PENAL CODE 1860
ભારતીય ફોજદારી ધારો / અધિનિયમ 1860
ભારતીય દંડ સંહિતા
IPC 1860 ઘડનાર : લોર્ડ મેકોલેની સમિતિ
સમિતિના અધ્યક્ષ : લોર્ડ મેકોલે
સમિતિના સદસ્ય : મિલેટ,
મેક લીડ, એંડરસન
IPC 1860નો મુસદો 1837 માં તૈયાર થયો હતો, અને 6
ઓકટોબર 1860 ના રોજ પ્રસાર થયો, અને ગવર્નર જનરલની મંજૂરી પણ મળી અને 1
જાન્યુયારી 1862થી આ ધારો અમલમાં આવ્યો. આ કાયદો 1860 નો 45 મો કાયદો
હતો, ગોવા, દીવ-દમણ, પોંડુંચેરીમાં IPC 1860 1 ઓક્ટોબર 1863થી લાગુ પડ્યો, કાયદાપંચ ના પિતા
/ પ્રમુખ લોર્ડ મેકોલે ને ગણવામાં આવે છે
IPC 1860 MOST IMP QUESTION AND ANSWER
GUJARATI PDF.
- કાવતરાની વ્યાખ્યા મુજબ
તેમાં કેટલી વ્યક્તી હોવી જોઈએ ? બે અથવા તેથી વધુ - કેટલા વર્ષ થી નીચેની
વયનુ બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી એવું કલમ 82 માં જણાવ્યું છે? 7 વર્ષ - ગુનાહિત કાવતરાના અપરાધ
માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે? 120-બી - ગેરકાયદેસર મંડળીની
વ્યાખ્યા કઈ કલમમાં અપાઈ છે? 141 - હુલ્લડ ના ગુનામાં ઓછા
માં ઓછી કેટલી વ્યક્તીઓની સામેલગીરી હોય છે? પાંચ કે તેથી વધુ - ચુંટણી સંબંધી ગુનાઓની
જોગવાઈ કઈ કલમમાં કરાઇ છે? 171 ક થી ટ - ગુનાનો પુરાવો નષ્ટ કરવા
માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? 201 - જાહેર સ્વાસ્થ્યને લગતા
ગુનામાં કોનો સમાવેશ થાય છે? ખાણી પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવી, ઔષધીઓમાં
ભેળસેળ, જળાશયોનું પાણી દૂષિત કરવું. - જાહેર રસ્તા પર માણસોની
જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી
કરવામાં આવે છે ? 279 - બળાત્કારના અપરાધ માટે કઈ
કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે? 376 - સજાના પ્રકારો કેટલા છે ?
4 ચાર - ચોરીના ગુના અંગે કઈ બાબત
સાચી નથી ? ચોરી સ્થાવર મિલકતની પણ થઈ શકે - એકાંત સજા વધુમાં વધુ
કેટલા સમય સુધી થઈ શકે ? ત્રણ મહિના - ફોજદારી ધારા મુજબ કઈ
કલમો હેઠળના કૃત્યો ગુનો બનતો નથી ? કલમ 76 થી 106 સુધીના - સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? આરોપી
- અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? 80
- સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? 96 થી 106
- ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે? ઉશ્કેરણીથી, કાવતરું રચીને, સહાય
કરીને, - ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ
કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? 121 - ગેરકાયદેસર મંડળીની
વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? 141 - હુલ્લડના ગુનામાં ઓછામાં
ઓછા કેટલા આરોપી હોય છે ? 5 - કયો અપરાધ જાહેર
સુલેહશાંતિ વિરુદ્ધનો છે ? બખેડો, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી, - જાહેર નોકર લાંચ લેતા પકડાય
તો તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 161 - Perjury શબ્દના કયા ગુના
માટે વપરાય છે? ખોટી સાક્ષી આપવી - અદાલતની અવમાનનાની
કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 228 - મનુષ્ય વધ માટેનો “ homicide “ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે ? ગ્રીક
- સાપરાધ મનુષ્ય વધની
વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 299 - ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં
આપેલી છે ? 300 - બેદરકારી અને ઉપેક્ષાથી
કોઈનું મૃત્યુ થાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304 – એ - બાર વર્ષથી નાની વયના
બાળકોને તેમના માં-બાપ દ્વારા ખુલ્લા માં ત્યજી દેવાના અપરાધમાં કઈ કલમ હેઠળ
કાર્યવાહી કરવામાં આવે છે ? 317 - મહાવ્યથાની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવી છે ? 320 - નીચેના માંથી કઈ વ્યથા
મહાવ્યથા ગણાશે ? પુરુષત્વનો નાશ કરવો, હાડકું ભાગી જવું, કોઈપણ આંખની જોવાની
શક્તિનો કાયમી નાશ - કેટલા દિવસની સતત શારીરિક
પીડા મહાવ્યથા ગણાય છે ? 20 દિવસ - ત્રણ કે તેથી વધુ દિવસો
સુધી કોઈ વ્યક્તિની ગેરકાયદેસર કેદ કરવાના
અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 343 - હુમલાના કેટલા પ્રકારો છે
? પાંચ - મનુષ્ય હરણ કેટલા
પ્રકારના છે ? બે - ચોરીની વ્યાખ્યા કઈ
કલમમાં આવેલી છે? 378 - અશ્લીલ પુસ્તકોનું વેચાણ
કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 292 - IPC 1860 ના પ્રકરણ 13નું નામ શું છે ? તોલ
અને માપને લગતા ગુનાઓ - સજાના કયા કયા પ્રકાર છે ? મોતની સજા, આજીવન કેદની સજા, કેદની સજા,મિલકત
જપ્તી, દંડ, - ભારતીય ફોજદારી ધારો 1860 કોણ દ્વારા
રચવામાં આવ્યો છે ? લોર્ડ મેકોલે - ભા. ફો. ધારો 1860 ક્યારથી અમલમાં
આવ્યો છે ? 06/10/1860 - ભા. ફો. ધારો 1860 માં કુલ કેટલા પ્રકરણો છે ? 23
- કોઈ પણ પ્રકારનો ગુનો બનવા માટેના ચાર તબક્કા કયા છે ? ઇરાદો, તૈયારી,
પ્રયત્ન, ગુનો, - ભા. ફો. ધારા મુજબ શું મૂર્તિ એક વ્યક્તિ છે ? હા
- શું ભા. ફો. ધારા મુજબ ગર્ભમાં વિકાસ પામતા બાળકને વ્યકતી કહી શકાય ? હા
- શું ભા. ફો. ધારો 1860માં કલેકટરનો સમાવેશ ન્યાયાધીશની વ્યાખ્યામાં થાય છે ?
હા - જમીન સાથે કાયમી જોડાયેલ વસ્તુઓને કયા પ્રકારની મિલકત કહેવાય ? સ્થાવર
મિલકત - ભા. ફો. ધારાની કઈ કલમમાં કિંમતી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવેલ છે ? 30
- ભા. ફો ધારાની કઈ કલમમાં શુદ્ધબુદ્ધિ ની વ્યાખ્યા આપેલ છે ? 52
- ભા. ફો. ધારના કયા પ્રકરણમાં શિક્ષા વિષે જોગવાઈ કરવામાં આવેલ છે ? પ્રકરણ
3 - ભા. ફો. ધારના કયા પ્રકરણમાં સામાન્ય સમજૂતી વિશે જોગવાઈ આપવામાં આવેલ છે ? પ્રકરણ
2 - ભારતીય ફોજદારી ધારામાં કેદની સજા છે ? 2 સખત અને સાદી
- ભા. ફો. ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજા થઈ શકે ? કલમ 73
- ખૂનના સજામાં દોષિત થયેલ વ્યક્તિને સજા કઈ કોર્ટ કરશે ? સેસન્શ કોર્ટ
- લુંટ કરવામાં ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોય છે ? એક વ્યક્તિ
- બખેડો મુખ્યત્વે કયા થાય છે? જાહેર જગ્યામાં
- વિદેશનો નાગરિક વિદેશમાં રહીને કમ્પ્યુટર દ્વારા ભારતમાં સાઇબર ક્રાઇમ કરે તો
તેને IPC મુજબ ગુનો બને છે ? હા ગુનો બને - સ્વબચાવનો અધિકાર IPCની કઈ કલમમાં આપેલ છે
? કલમ 96 - રાજદ્રોહની શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં કરવામાં
આવેલ છે ? 124-C - ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ? 141
- બખેડોની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 159
- ખોટ પુરાવા રજૂ કરવા બદલ શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં દર્શાવેલ છે ? 193
- ભારતીય ફોજદારી ધારો એટલે ? ઇંડિયન પિનલ કોડ
- ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસ કેટલા મૂલ્યમાં આપવાની
હોય છે ? વિનામૂલ્યે - લગ્ન માટેની કાનૂની ઉંમર
કેટલી છે ? છોકરા માટે 21 અને છોકરી માટે 18 - ભા. ફો. ધારામાં કઈ કલમો
માં સૈન્યને લગતી જોગવાઈઑ કરવામાં આવેલ છે ? કલમ 131 થી 140 - નીચેના માંથી કયું કૃત્ય
ઇંડિયન પિનલ કોડ હેઠળ ગુનો નથી ? અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય - ઇંડિયન પિનલ કોડના કયા
પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઑ નો સમાવેશ કરવામાં આવે છે ? 17 - FIR નું પૂરું નામ
શું છે ? FIRST INFORMATION REPORT - ભારતીય ફોજદારી ધારામાં
કુલ કેટલી કલમો છે ? 511 - ગેરકાયદેસર મંડળીમાં
ઓછામાં ઓછી કેટલી વ્યક્તિનો સમાવેશ થાય છે? 5 - બખેડા માં કયા અપરાધની
વાત છે? જાહેર સુલેહ શાંતિનો ભંગ - દહેજ મુત્યુના કેસમાં
સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે? 498-એ - કોઈ સ્ત્રીની ઈચ્છા
વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તી કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે? 313 - સજાના કેટલા પ્રકાર હોય
છે? ચાર - ભારતીય ફોજદારી ધારા હેઠળ
કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકે ? 7 સાત - ખૂનના ગુનાની સજાની
જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? 302 - બળાત્કારની વ્યાખ્યા કઈ
કલમ હેઠળ આપવામાં આવી છે ? 375 - ભારતીય ફોજદારી ધારાની
કલમ 11 મુજબ વ્યક્તી એટલે .. કંપની, એસોસિએશન, વ્યક્તિઓનો સમૂહ કે મંડળી. - ચોરીના ગુનાના મુખ્ય
કેટલા તત્વો છે ? પાંચ - ચોરીના ગુનામાં કઈ કલમ
હેઠળ કામ ચલાવવા આવે છે ? 379 - લૂંટની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવી છે ? 390 - ધાડની વ્યાખ્યા કઈ કલમમાં
આપવામાં આવી છે ? 391 - ધાડના ગુનાની કાર્યવાહી
કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 395 - ખૂન સાથે ધાડના ગુનામાં
કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? 396 - ગુનાહિત વિશ્વાસઘાતની
વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 405 - ઠગાઇની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવી છે ? 415 - ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા
કઈ કલમમાં આપવામાં આવી છે ? 403 - ગેરકાયદેસર ગૃહપ્રવેશના
પ્રકારો કેટલા છે? 3 - કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત
પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો કઈ કલમ
હેઠળ ગુનો બને છે ? 456 - વ્યભિચારના ગુનામાં કઈ
કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 497 (હાલ રદ) - બદનક્ષીની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવી છે ? 499 - કઈ વ્યક્તિ ફોજદારી
ધારાને આધીન નથી ? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજદૂત, - દરિયા કિનારો ધરાવતા
રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ
પડે છે ? 12 નોટિકલ માઈલ - સ્ત્રીની મર્યાદાનો ભંગ
કઈ કલમ હરથલ ગુનો બને છે ? 354 - વ્યક્તિની વ્યાખ્યા કઈ
કલમ માં આપવામાં આવી છે ? 11 - જાહેર નોકરની વ્યાખ્યા કઈ
કલમમાં આપેલી છે ? 21 - ગુનાની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવેલ છે ? 40 - હાનીની વ્યાખ્યા કઈ
કલમમાં આપવામાં આવેલ છે ? 44
IPC 1860 MOST IMP QUESTION AND ANSWER GUJARATI PDF.
છોકરો અને છોકરી બંને ના લગ્ન ની ઉંમર ખોટી નાખેલ છે
Thank you sir ☺️