IPC 1860 Most Imp Question and Answer in Gujarati Languages

IPC 1860 Most Imp Question and Answer in Gujarati Languages

IPC 1860 : INDIAN PENAL CODE 1860

  • ભારતીય ફોજદારી ધારો / અધિનિયમ 1860
  • ભારતીય દંડ સંહિતા

IPC 1860 ઘડનાર : લોર્ડ મેકોલેની સમિતિ

  •       સમિતિના અધ્યક્ષ : લોર્ડ મેકોલે
  •       સમિતિના સદસ્ય : મિલેટ, મેક લીડ, એંડરસન

IPC 1860નો મુસદો 1837 માં તૈયાર થયો હતો, અને 6 ઓકટોબર 1860 ના રોજ પ્રસાર થયો, અને ગવર્નર જનરલની મંજૂરી પણ મળી અને 1 જાન્યુયારી 1862થી આ ધારો અમલમાં આવ્યો. આ કાયદો 1860 નો 45 મો કાયદો હતો, ગોવા, દીવ-દમણ, પોંડુંચેરીમાં IPC 1860 1 ઓક્ટોબર 1863થી લાગુ પડ્યોકાયદાપંચ ના પિતા / પ્રમુખ લોર્ડ મેકોલે ને ગણવામાં આવે છે      

IPC 1860 MOST IMP QUESTION AND ANSWER GUJARATI PDF

  1.  કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તી હોવી જોઈએ ? બે અથવા તેથી વધુ
  2. કેટલા વર્ષ થી નીચેની વયનુ બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી એવું કલમ 82 માં જણાવ્યું છે? 7 વર્ષ
  3. ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે? 120-બી
  4. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં અપાઈ છે? 141
  5. હુલ્લડ ના ગુનામાં ઓછા માં ઓછી કેટલી વ્યક્તીઓની સામેલગીરી હોય છે? પાંચ કે તેથી વધુ
  6. ચુંટણી સંબંધી ગુનાઓની જોગવાઈ કઈ કલમમાં કરાઇ છે? 171 ક થી ટ
  7. ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? 201
  8. જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનામાં કોનો સમાવેશ થાય છે? ખાણી પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવી, ઔષધીઓમાં ભેળસેળ, જળાશયોનું પાણી દૂષિત કરવું.
  9. જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 279
  10. બળાત્કારના અપરાધ માટે કઈ કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે? 376
  11. સજાના પ્રકારો કેટલા છે ? 4 ચાર   
  12. ચોરીના ગુના અંગે કઈ બાબત સાચી નથી ? ચોરી સ્થાવર મિલકતની પણ થઈ શકે
  13. એકાંત સજા વધુમાં વધુ કેટલા સમય સુધી થઈ શકે ? ત્રણ મહિના
  14. ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્યો ગુનો બનતો નથી ? કલમ 76 થી 106 સુધીના
  15. સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? આરોપી
  16. અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? 80
  17. સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? 96 થી 106
  18. ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે? ઉશ્કેરણીથી, કાવતરું રચીને, સહાય કરીને,
  19. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? 121
  20. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? 141
  21. હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોય છે ? 5
  22. કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો છે ? બખેડો, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી,
  23. જાહેર નોકર લાંચ લેતા પકડાય તો તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 161
  24. Perjury શબ્દના કયા ગુના માટે વપરાય છે? ખોટી સાક્ષી આપવી
  25. અદાલતની અવમાનનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 228
  26. મનુષ્ય વધ માટેનો “ homicide “ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે ? ગ્રીક
  27. સાપરાધ મનુષ્ય વધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 299
  28. ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 300
  29. બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304 – એ
  30. બાર વર્ષથી નાની વયના બાળકોને તેમના માં-બાપ દ્વારા ખુલ્લા માં ત્યજી દેવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 317
  31. મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 320
  32. નીચેના માંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ? પુરુષત્વનો નાશ કરવો, હાડકું ભાગી જવું, કોઈપણ આંખની જોવાની શક્તિનો કાયમી નાશ
  33. કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે ? 20 દિવસ
  34. ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિની  ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 343
  35. હુમલાના કેટલા પ્રકારો છે ? પાંચ
  36. મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે ? બે
  37. ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આવેલી છે? 378
  38. અશ્લીલ પુસ્તકોનું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 292
  39. IPC  1860 ના પ્રકરણ 13નું નામ શું  છે ? તોલ અને માપને લગતા ગુનાઓ
  40. સજાના કયા કયા પ્રકાર છે ? મોતની સજા, આજીવન કેદની સજા, કેદની સજા,મિલકત જપ્તી, દંડ,
  41.  ભારતીય ફોજદારી ધારો 1860 કોણ દ્વારા રચવામાં આવ્યો છે ? લોર્ડ મેકોલે
  42. ભા. ફો. ધારો  1860 ક્યારથી અમલમાં આવ્યો છે ? 06/10/1860
  43. ભા. ફો. ધારો 1860 માં કુલ કેટલા પ્રકરણો છે ? 23
  44. કોઈ પણ પ્રકારનો ગુનો બનવા માટેના ચાર તબક્કા કયા છે ? ઇરાદો, તૈયારી, પ્રયત્ન, ગુનો,
  45. ભા. ફો. ધારા મુજબ શું મૂર્તિ એક વ્યક્તિ છે ? હા
  46. શું ભા. ફો. ધારા મુજબ ગર્ભમાં વિકાસ પામતા બાળકને વ્યકતી કહી શકાય ? હા
  47. શું ભા. ફો. ધારો 1860માં કલેકટરનો સમાવેશ ન્યાયાધીશની વ્યાખ્યામાં થાય છે ? હા
  48. જમીન સાથે કાયમી જોડાયેલ વસ્તુઓને કયા પ્રકારની મિલકત કહેવાય ? સ્થાવર મિલકત
  49. ભા. ફો. ધારાની કઈ કલમમાં કિંમતી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવેલ છે ? 30
  50. ભા. ફો ધારાની કઈ કલમમાં શુદ્ધબુદ્ધિ ની વ્યાખ્યા આપેલ છે ? 52
  51. ભા. ફો. ધારના કયા પ્રકરણમાં શિક્ષા વિષે જોગવાઈ કરવામાં આવેલ છે ? પ્રકરણ 3
  52. ભા. ફો. ધારના કયા પ્રકરણમાં સામાન્ય સમજૂતી વિશે જોગવાઈ આપવામાં આવેલ છે ? પ્રકરણ 2
  53. ભારતીય ફોજદારી ધારામાં કેદની સજા છે ? 2 સખત અને સાદી
  54. ભા. ફો. ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજા થઈ શકે ? કલમ 73
  55. ખૂનના સજામાં દોષિત થયેલ વ્યક્તિને સજા કઈ કોર્ટ કરશે ? સેસન્શ કોર્ટ
  56. લુંટ કરવામાં ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોય છે ? એક વ્યક્તિ
  57. બખેડો મુખ્યત્વે કયા થાય છે? જાહેર જગ્યામાં
  58. વિદેશનો નાગરિક વિદેશમાં રહીને કમ્પ્યુટર દ્વારા ભારતમાં સાઇબર ક્રાઇમ કરે તો તેને IPC મુજબ ગુનો બને છે ? હા ગુનો બને
  59. સ્વબચાવનો અધિકાર IPCની કઈ કલમમાં આપેલ છે ? કલમ 96
  60. રાજદ્રોહની શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 124-C
  61. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ? 141
  62. બખેડોની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 159
  63. ખોટ પુરાવા રજૂ કરવા બદલ શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં દર્શાવેલ છે ? 193
  64. ભારતીય ફોજદારી ધારો એટલે ? ઇંડિયન પિનલ કોડ
  65. ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસ કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? વિનામૂલ્યે
  66. લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? છોકરા માટે 21 અને છોકરી માટે 18
  67. ભા. ફો. ધારામાં કઈ કલમો માં સૈન્યને લગતી જોગવાઈઑ કરવામાં આવેલ છે ? કલમ 131 થી 140
  68. નીચેના માંથી કયું કૃત્ય ઇંડિયન પિનલ કોડ હેઠળ ગુનો નથી ? અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય
  69. ઇંડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઑ નો સમાવેશ કરવામાં આવે છે ? 17
  70. FIR નું પૂરું નામ શું છે ? FIRST INFORMATION REPORT
  71. ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે ? 511
  72. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિનો સમાવેશ થાય છે? 5
  73. બખેડા માં કયા અપરાધની વાત છે? જાહેર સુલેહ શાંતિનો ભંગ
  74. દહેજ મુત્યુના કેસમાં સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે? 498-એ
  75. કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તી કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે? 313
  76. સજાના કેટલા પ્રકાર હોય છે? ચાર
  77. ભારતીય ફોજદારી ધારા હેઠળ કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકે ? 7 સાત
  78. ખૂનના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? 302
  79. બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે ? 375
  80. ભારતીય ફોજદારી ધારાની કલમ 11 મુજબ વ્યક્તી એટલે .. કંપની, એસોસિએશન, વ્યક્તિઓનો સમૂહ કે મંડળી.
  81. ચોરીના ગુનાના મુખ્ય કેટલા તત્વો છે ? પાંચ 
  82. ચોરીના ગુનામાં કઈ કલમ હેઠળ કામ ચલાવવા આવે છે ? 379
  83. લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 390
  84. ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 391
  85. ધાડના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 395
  86. ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? 396
  87. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 405
  88. ઠગાઇની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 415
  89. ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 403
  90. ગેરકાયદેસર ગૃહપ્રવેશના પ્રકારો કેટલા છે? 3
  91. કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 456
  92. વ્યભિચારના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 497 (હાલ રદ)
  93. બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ? 499
  94. કઈ વ્યક્તિ ફોજદારી ધારાને આધીન નથી ? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજદૂત,
  95. દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળપ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે ? 12 નોટિકલ માઈલ
  96. સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હરથલ ગુનો બને છે ? 354
  97. વ્યક્તિની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે ? 11
  98. જાહેર નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 21
  99. ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 40
  100. હાનીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 44 

IPC 1860 MOST IMP QUESTION AND ANSWER GUJARATI PDF

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page