શું તમે ભરણપોષણનો કાયદો જાણવા માંગો છો ? શું તમે CrPC Section – 125 ( CrPC Section – 125 Application Format in Gujarati) ની અરજી તૈયાર કરતાં શીખવું છે ?

CrPC Section – 125 શું છે?

ભારતીય કાર્યવાહીનો કાયદો 1973 ના પ્રકરણ – 6 માં પત્ની, બાળકો, અને માતા-પિતાના ભરપોષણ વિષેની જણાવેલ છે અને આ પ્રકરણ માં CrPC Section – 125 થી 128 સુધીની કલમનો સમાવેશ થયેલ છે જેમાં CrPC Section – 125 – પત્ની, બાળકો, અને માતા-પિતાના ભરપોષણ માટેનો હુકમ

  • CrPC Section – 126 – કાર્યવાહી
  • CrPC Section – 127 – ભરણપોષણના ભથ્થામાં ફેરફાર
  • CrPC Section – 128 – ભરણપોષણના હુકમનો અમલ

આમ, આ કલમ હેઠળ પોતાની પત્ની, બાળકો, અને માતા-પિતાનું ભરપોષણ કરવામાં માટે ના પડે અથવા ઇન્કાર કરે તો તેવા વ્યક્તિ પર ભરણપોષણની જવાબદારી નાખવામાં આવેલ છે. અને પત્ની જ્યારે તેના પતિ પાસેથી ભરણપોષણ માંગે તો તેનું પત્ની – પતિ તરીકેના સંબંધ ચાલુ હોવા જોઈએ. અને પત્ની પોતાનું ભરણપોષણ કરવા માટે અસમર્થ હોય અથવા નિસહાય હોય, અને પોતાનું સગીર બાળકનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ તેના પિતા પર જ હોય છે, આમ, ઉપરોક્ત તમામ શરતો મુજબ નામદાર કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે છે અને CrPC Section – 125 મુજબ પત્ની, બાળકો, અને માતા-પિતાના ભરપોષણ માટેનો હુકમ નામદાર કોર્ટ પુરાવાને આધારે નક્કી કરશે.

પત્ની ક્યારે CrPC Section – 125 હેઠળ ભરણપોષણ મેળવવા હકદાર નથી ?

૧. વ્યભિચારી જીવન જીવતી હોય

૨. પતિના ઘરે રહેવાનો ઇન્કાર કરતી હોય

૩. પતિ પત્ની પોતાની એકબીજાની સંમતિથી અલગ રહેતા હોય

૪. પત્ની પોતાનું ભરણપોષણ કરવા માટે સમર્થ હોય.

CrPC Section – 125 ભરણપોષણ મેળવવા માટે ક્યાં અરજી કરવી પડે?

CrPC Section – 125 હેઠળ કોઈ પણ પત્ની ભરણપોષણ મેળવવાની અરજી તે જ્યાં રહેતી હોય ત્યાં અથવા પતિ હોય ત્યાં, અથવા પતિ રહેતો હોય ત્યાં, અથવા તેઓ બંને સાથે છેલ્લે જ્યાં રહેલ હોય ત્યાં, તે અદાલતમા કરી શકે.

CrPC Section – 125 ની અરજીનો નમૂનો (CrPC Section – 125 Format in Gujarati)


મહેરબાન………ના ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટમાં

                                                ખોરાકી અરજી નંબર :  

અરજદાર : ૧). પત્ની

            ઉ.આ.વ.   , જાતે,         , ધંધો.          ,

            રહેવાસી.

             ૨). પુત્ર/પુત્રી (સંતાન હોય તો) 

             ઉ.આ.વ.   , જાતે,         , ધંધો.          ,

            રહેવાસી.

વિરૂધ્ધ

સામાવાળા : પતિ

    ઉ.આ.વ.   , જાતે,         , ધંધો.          ,

    રહેવાસી.

વિષય : ક્રી. પ્રો. કોડની કલમ – 125 મુજબની ખોરાકી મેળવવાની અરજી….

હમો અરજદારની આપ નામદાર સાહેબશ્રીને માનસહ નમ્ર અરજ છે કે,

૧. સદર કામના હમો અરજદાર ઉપરોક્ત સરનામે હમારા માતા-પિતાને ત્યાં ઓશિયાળું જીવન વિતાવી રહેલ છીએ.

૨. આ કામના સામાવાળા સાથે હમો અરજદાર નં. 1 ના લગ્ન તા. …………. ના રોજ હિન્દુ શાસ્ત્રોકત વિધિ તથા જ્ઞાતીના રીત રિવાજ મુજબ કુટુંબીજનો તથા વડીલોની હાજરીમાં ………………………… મુકામે થયેલ હતા અને હમો અરજદાર નં. 1 ને લગ્નમાં મળેલ તમામ સસર સામાન, ભેટ-સોંગદો તથા દર દાગીના તથા કપડા લત્તા લઈને હમો અરજદાર નં 1 સામાવાળાના સંયુક્ત પરિવારમાં લગ્ન જીવન આબાદ કરવા ગયેલા.

૩. અરજદાર નં. ૨ ના જન્મ બાદ સામાવાળા હમો અરજદાર નં.૧ પ્રત્યે ઉપેક્ષાભર્યું તેમજ ક્રુરતાપૂર્વકનું આચરણ કરે છે. તેમના આ વર્તનના કરવા પાછળનું કારણ શું છે તે અમો અરજદાર નં. ૧ ના એ જાણવાનો પ્રત્યન કર્યો તો અન્ય એક સ્ત્રી…… સાથે સામાવાળાના અનૈતિક સંબંધો રાખેલ છે, અને અમો અરજદાર નં. ૧ નાએ આ કામના સામાવાળાને આ સ્ત્રી….. સાથેના અનૈતિક સંબંધો ન રાખવાનું જણાવતા આ કામના સામાવાળા અમો અરજદાર નં.૧ નાની સાથે મારઝૂટ કરીને ઘરમાથી પહેરેલ કપડે કાઢી મુકેલ છે. અને ત્યારથી અમો અરજદાર નં. ૧ ઓશિયાળું અને નિસહાય ભર્યું જીવન જીવીએ છીએ અને આ કામના સામાવાળા છેલ્લા ૨ – ૩ વર્ષથી તેમની કાયદેસરની જવાબદારી અમોનું ભરણપોષણ કરવાની નિભાવતા નથી.

૪. આ કામના સામાવાળા ……….. કામ કરી છે અને તે કામમાથી તેઓ માસિક ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયા કમાઈ છે અને આ કામના સામાવાળા …….. ગામમાં જંગમ મિલકત પણ ધરાવે છે.

૫. હાલમાં અમો અરજદાર અમારા પિયરમાં અમારા માતા પિતા જોડે ઓશિયાળું જીવન ગુજારીએ છીએ એ અમો બંને અરજદારને પાસે આવક કે કમાણીનું કોઈ સાધન નથી અને અમો અરજદાર અમારું ભરણપોષણ જાતે કરવા અસમર્થ છીએ. આમ આ કામના સામાવાળાને તેની ભરણપોષણની જવાબદારી અદા કરવા માટે તા. ……………. ના રોજ નોટિસ આપેલ છે તેમ છતાં આ કામના સામાવાળા તે નોટિસનો કોઈ અમલ કરતાં નથી કે અમો અરજદારોને ભરણપોષણ પૂરું પડતાં નથી.

૬. સબબ, આ અરજીથી આ નામદાર સાહેબ અમો અરજદારોને આ કામના સામાવાળા પાસેથી માસિક અરજદાર નં. ૧ ને ૮૦૦૦ તથા અરજદાર નં ૨ ને ૨૦૦૦ એમ કુલ્લે મળીને ૧૦૦૦૦/- નું ભરણપોષણ ચૂકવે તેવો ન્યાયના હિતમાં યોગ્ય હુકમ ફરમાવવા મહેરબાની કરશોજી.

૭. આ અરજી સાથે અમો ફરિયાદીના સાહેદોની યાદી રજૂ કરેલ છે.

૮. આ અરજી પર પુરતો સ્ટેમ્પ લગાવેલ છે, નામદાર અદાલતના હુકમ થયેથી, પ્રોસેસ ખર્ચની રકમ અમો અરજદાર ભરપાઈ કરીશું સામાવાળાને આ અરજીની એક નકલ આપવા માટે વધારાની નકલ આ સાથે જોડેલી છે.

સ્થળ

તારીખ અરજદારની સહી.

ઓળખ આપનાર વકીલની સહી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page