N I Act 138 Full Process in Gujarati, Cheque Bounce Case Section 138 Full Process in Gujarati- ચેક રિટર્ન કેસમાં સજા, ચેક રિટર્ન થાય તો શું કરવું ?

ચેકની સમય મર્યાદા

મિત્રો ચેકની સમય મર્યાદા ત્રણ માસની હોય છે, કોઈપણ વ્યક્તિ પાસેથી તમે ચેક મેળવો તો તેને ત્રણ મહિનાની અંદર તમારા બેન્ક ખાતામાં રજૂ કરવો પડે છે. ત્રણ મહિના પછી ચેક બેન્કમાં સ્વીકારવામાં નહીં

ચેક રિટર્ન થાય તો શું કરવું ?

મિત્રો સૌપ્રથમ તો ચેક રિટર્ન થવાના અનેક કારણો હોય શકે છે તેમનું એક સહી ખોટી હોય કે બરોબર કરેલ ન હોય અથવા ચેક ભરવામાં કોઈ ખામી થાય હોય કે મિસટેક થઈ હોય તેવા કારણસર પણ ચેક રિટર્ન થાય છે, તેમજ ચેક આપનારાના બેન્ક ખાતામાં ચેકમાં લખેલ રકમ જેટલું ભંડોળ ન હોવાના કારણસર પણ ચેક રિટર્ન થાય છે, આમ નીચે આપેલ અન્ય કારણોસર પણ ચેક રિટર્ન થાય છે.

નોટિસ

જ્યારે ચેક રિટર્ન થાય તેવા સમયે ચેક આપનારને ચેક રિટર્ન થયાના 30 દિવસની અંદર ડિમાન્ડ નોટિસ આપવી પડે છે અને નોટિસ આરોપીને મળ્યેથી 15 દિવસની અંદર કાયદેસરના લેવાના નીકળતા નાણાં ચૂકવી આપે તો કેસ કરી શકાય નહીં, અને જો આરોપી એટલે કે ચેક આપનાર ચેકની અશતઃ રકમ જ ચૂકવે તો બાકી રહેતી રકમ પર જ કેસ કરી શકશે, પ્રથમવાર મોકલવામાં આવેલ નોટિસ બજવણી પર જ કોગ્નિજન્સ લઇ શકાય. Downlod Notice Format

ફરિયાદ

જો આરોપીને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર કાયદેસરના લેવાના નીકળતા નાણાં ચૂકવી આપે નહીં તો તેના પછીના 30 દિવસની અંદર તમે કાયદાની કલમ 138 હેઠળ કેસ કરી શકો છો. અને જે બેંકમાં કિલયરિંગ માટે ચેક નાખ્યો હોય તે બેન્કની સ્થાનિક હૂકુમત ધરાવતી અદાલતમા કેસ દાખલ કરી શકો. અને કેસ દાખલ કરવામાં ફરિયાદીની ફરિયાદ, ફરિયાદીની સોગંદ ઉપર સરતપાસ, દસ્તાવેજી લિસ્ટ અને આંક પાડવાની અરજી વિગેરે જેવા જરૂરી પુરાવા મૂકીને કેસ દાખલ કરી શકાય છે. ત્યારબાદ જે તે કોર્ટમાં કેસ ગયા બાદ તે કોર્ટ આરોપીને સમન્સ ઈશ્યુ કરીને કોર્ટમાં હજાર થવા માટે જાણ કરશે અને તેમાં ચોક્કસ સમય, તારીખ, કેસ નંબર, અને અદાલતનું નામ હશે. ત્યારબાદ કોર્ટમાં હાજર થયા બાદ આરોપીને ફરિયાદીએ કરેલ કેસની એક નકલ આપવામાં આવશે અને તેના બચાવ કરવા માટે વકીલ રોકવા જણાવી શકે છે.

પ્લી રેકર્ડ

ચાર્જફ્રેમ અથવા તહોમતનામું ત્યારબાદ કોર્ટ ફરમાવે તે તારીખે કોર્ટ આરોપીને ફરિયાદમાં જણાવેલ ગુનો કબુલ છે કે નહીં ? તેવો પ્રશ્ન આરોપીને પૂછશે ક્રિ.પ્રો. કોડની કલમ 251 અને જો આરોપી ગુનો કબુલ કરે તો કોર્ટ તેને થવા પાત્ર સજા અંગે સમજ કરશે તથા શકય હોય ત્યાં સુધી આરોપીના શબ્દોમાં ગુનાની નોધ કરશે ક્રિ.પ્રો. કોડની કલમ 252 અને આરોપી ગુનો કબુલ કરે તો કોર્ટ તેને સજા અંગે શું કહેવું છે તેમ પૂછશે અને તે સમયે આરોપી તેને ઓછામાં ઓછી સજા કરવા માટે કોર્ટને અરજી આપી શકે છે (પ્લી બારગેઇનિગ ક્રિ.પ્રો. કોડની કલમ 265(બી)). અને જો આરોપી ગુનો કબુલ કરવાની ના પાડશે ત્યારે કોર્ટ તેની નોંધ કરશે અને કેસ આગળ ચાલશે અને ફરિયાદીએ તેનો કેસ પુરવાર કરવાનો રહેશે.

ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 143(એ) હેઠળ ફરિયાદીને વચગાળાનું વળતર

ફરિયાદમાં ફરિયાદીએ કરવામાં આવેલ આક્ષેપ આરોપી કબુલ ન કરે ત્યારે, અદાલત યોગ્ય લાગે તો આ કાયદામાં કરવામાં આવેલ નવા સુધારા મુજબ તા. 01/09/2018 થી અમલમાં આવેલ નવી કલમ 143(એ) મુજબ ચેકની રકમના 20% થી વધુ ન હોય તેટલી રકમનું વચગાળાનું વળતર આરોપીએ ફરિયાદીને ચૂકવી આપે તેવો હુકમ નામદાર કોર્ટ કરી શકે છે.

ફરિયાદ પક્ષનો પુરાવો

ફરિયાદીએ રજૂ કરેલ પુરાવા, સરતપાસ, ફરિયાદ, સાક્ષી વિગેરેનું આરોપી પક્ષ દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરીને તેના પુરવાનું ખંડન કરવાનું હોય છે. એટલે કે આરોપીએ એવું સાબિત કરાવવું પડશે કે ફરિયાદીએ રજૂ કરેલ પુરાવા ખોટા છે અને ખોટો કેસ કરેલ છે. અને ત્યારેબાદ ફરિયાદીએ વધુ પુરાવા નથી તેવું જાહેર કરવા માટે ક્લોજિગ પુરસિસ આપીને પોતાનો પુરાવો પૂર્ણ થયાનું જાહેર કરશે. ત્યારબાદ આરોપીનો પુરાવો શરૂ થશે.

એફ. એસ (Further Statement)
અદાલત સમક્ષ આરોપી વધારનું નિવેદન લેખિતમાં આપી શકે છે ક્રિ.પ્રો. કોડની કલમ 313 મુજબ

દલીલો

દલીલોમાં નામદાર અદાલતમા ફરિયાદ પક્ષ પોતાની દલીલમાં તેને નામદાર અદાલતમા તેનો કેસ પુરવાર કરી દીધેલ છે તે બાબતની દલીલ કરશે અને ત્યારબાદ બચાવ યાને આરોપીના વકીલ પોતાનો બચાવ કરતી દલીલો કરશે.

જજમેન્ટ

ઉપરોક્ત તમામ સ્ટેજ પૂર્ણ થયા પછી નામદાર અદાલત બંને પક્ષના પુરાવાઓ, દલીલો વિગેરેને ધ્યાનમાં રાખીને જજમેન્ટ આપશે જેમાં આરોપીને નિર્દોષ પણ છોડવાનો હુકમ કરી શકે તથા આરોપીને બે વર્ષ સુધીની સજા કરી શકે અથવા ચેકની રકમનો બમણો દંડ પણ કરી શકે અથવા બંને પણ કરવાનો હુકમ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page