-:: લિવ એન્ડ લાયસન્સનો કરાર ::-
સવંત ૨૦૭૭ ના ભાદરવા વદ નોમ ને, વાર સોમવાર, તારીખ. ૨૩ મી, માહે સપ્ટેમ્બર, સને ૨૦૨૧ ના અંગ્રેજી દિને..
આ લિવ એન્ડ લાયસન્સનો કરાર લખાવી લેનાર : પહેલા પક્ષના
જગ્યા માલિકનું પૂરું નામ
ઉ. આ. વ. , ધંધો , જાતના. હિન્દુ,
રહેવાસી.
જોગ લિ ..
આ લિવ એન્ડ લાયસન્સનો કરાર લખી આપનાર : બીજા પક્ષના
એરોમેટિક એંજિરીગના માલિક
જગ્યા રાખનારનું પૂરુંનામ
ઉ. આ. વ. , ધંધો , જાતના. હિન્દુ,
રહેવાસી.
જત આ લિવ એન્ડ લાયસન્સનો કરાર હમો બીજા પક્ષના લખી આપી બંધાઈએ છીએ કે, તમારી માલિકી કબજા ભોગવટાની મિલકત તે ડિસ્ટ્રિક્ટ , સબ-ડિસ્ટ્રિક્ટ તથા તાલુકો ના મોજે ગામ ના રોડ નં. ૬ ઉપર આવેલ ઉધોગનગર સહકારી સંઘમાં આવેલ ન્યુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શેડ નં. ૭૨-એ પૈકી ગ્રાઉન્ડ ફ્લોરવાળી મિલકત, જે દરેકનું માપ આશરે ૨૦ ફૂટ પહોળાઈ X ૫૦ ફૂટ લંબાઈ થાય છે. જે હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષના પાસેથી ૧૧ (અગિયાર) માસની મુદત તા. થી સુધી વ્યવસાયના વપરાશ અર્થે રાખી છે જે અંગેનો લિવ એન્ડ લાયસન્સનો કરાર આજરોજ નીચેની શરતો મુજબ કરેલ છે.
-:: શરતો ::-
૧. સદરહુ મિલકતના વપરાશ ફી ના માસિક રૂ. ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર પૂરા લેખે ગણવાના છે સહી. સદરહુ દુકાનવાળી મિલકતની વપરાશ ફી અમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં ચૂકવી આપવાની રહેશે સહી. તમો પહેલા પક્ષનાને અમો બીજા પક્ષના એ ડિપોજીટ પેટે ચૂકવી આપેલ છે. જે ડિપોજીટની રકમ વિના વ્યાજે કરારની મુદત પૂરી થયેથી અમો બીજા પક્ષનાને પરત આપવાની રહેશે સહી.
૨. હમો બીજા પક્ષનાએ સદરહુ લિવ એન્ડ લાયસેન્સી થી લીધેલી તમો પહેલા પક્ષનાની મિલકત સાચવીને વાપરવાની રહેશે સહી. જો મિલકતને નુકશાન થાય તો હમો બીજા પક્ષનાએ ભરપાઈ કરી આપવાનું રહેશે.
૩. સદરહુ મિલકતની આજુબાજુ આવેલા શોપ હોલ્ડરોને ન્યૂસનસરૂપ કે એનોયન્સ થાય તેવું કૃત્ય હમો બીજા પક્ષનાએ કરવા કરાવવાનું નથી તેમજ એક સારી વ્યક્તિની જેમ વર્તવાનું છે સહી.
૪. હમો બીજા પક્ષનાએ મિલકતમાં કાયદાથી પ્રતિબંધિત પદાર્થો, ચીજ વસ્તુઓ, સ્ફોટક પદાર્થો રાખવા, રખાવવાના નથી સહી, કે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્યો કરવા કરાવવાના નાથુ સહી, આ મિલકત માત્ર વ્યવસાય ના હેતુસર આપવામાં આવેલ છે. તમો પહેલા પક્ષના અમો બીજા પક્ષના પાસેથી સદરહુ દુકાનવાળી મિલકતનો કબજો તાત્કાલિક અસરથી જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં લઈ શકો સહી. સદરહુ મિલકતમાં અમો બીજા પક્ષના કોઈપણ જાતના ગેરકાયદેસર કૃત્યો કરવાના નથી તથા સદરહુ મિલકતના અનુસંધાને કોઈપણ બૅન્કમાં કે પ્રાઇવેટ ફાયનાન્સ કંપનીમાંથી કોઈપણ પ્રકારનું ધિરાણ કે લોન મેળવવાની નથી. તેવું કઇપણ તમો પહેલા પક્ષનાને માલૂમ પડે તો તેવા સંજોગોમાં પણ આ કરાર રદ ગણાશે અને સદરહુ મિલકતનો કબજો તમો પહેલા પક્ષના વિના નોટિસે લઈ શકો સહી. જેમાં અમો બીજા પક્ષનાએ કોઈપણ પ્રકારની તર-તકરાર કરવા કરાવવાની રહેશે નહિ.
૫. હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાની પાસેથી લિવ એન્ડ લાઇસન્સીથી વપરાશ માટે મેળવેલ મિલકતનો ઉપયોગ હમો બીજા પક્ષનાએ વ્યવસાય ઉપયોગ કરવાનો છે હમો બીજા પક્ષનાએ સદરહુ મિલકત અન્ય કોઈને ટ્રાન્સફર, પેટા ભાડે કે ભાગીદારીના ધોરણે આપવાની નથી કે અન્ય કોઈ ત્રાહિતને કબજો સુપરત કરવા કરાવવાનો નથી સહી. તેમ છતાં તેવું કરીએ કરાવીએ તો તે આ લેખથી રદબાતલ થાય સહી. અને તેવા સંજોગોમાં સદરહુ મિલકતનો કબજો તમો પહેલા પક્ષનાને વિના નોટિસે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં લઈ શકો સહી તેમાં અમો બીજા પક્ષનાએ કે અમારા વંશવાલી વારસોએ કોઈપણ જાતની તર-તકરાર કરવા કરાવવાની રહેશે નહીં અને કરીએ કરાવીએ તો તે આ લેખથી રદબાતલ થાય સહી.
૬. સદરહુ તમો પ્રથમ પક્ષના પાસેથી હમો બીજા પક્ષનાએ લિવ એન્ડ લાયસન્સથી વપરાશ માટે મેળવેલ મિલકત, ઉપર જણાવેલા સમય દરમ્યાન કરતાં, વહેલી ખાલી કરી દેવા માંગતા હોય તો હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને એક માસ અગાઉ નોટિસ આપવાની રહેશે.
૭. હમો બીજા પક્ષનાએ સદરહુ મિલકત અંગેના આ મિલકતના વપરાશ બદલ જે કઈ લાઇટ બિલ તથા ગેસબીલ આવે તે અમોએ અલગથી ભરવાનું રહેશે સહી, તથા સદરહુ મિલકતનું એસ. એમ. સી. નું વેરાબીલ તમો પહેલા પક્ષનાએ ભરવાનું છે સહી.
૮. મિલકતમાં કોઇપણ જાતનો ફેરફાર હમો પક્ષનાએ તમો પ્રથમ પક્ષનાની સમંતી વિના કરવાનો નથી અને જો હમો બીજા પક્ષના આવો કઇપણ ફેરફાર કરવા ઇચ્છતા હોય તો તેમણે તમો પ્રથમ પક્ષનાની લેખિત સમંતી લેવાની રહેશે સહી અને તેમાં તે વખતે થતો વધારાનો ખર્ચો ભોગવવાની જવાબદારી હમો બીજા પક્ષનાની રહેશે સહી. આવી કોઈપણ જાતની રકમ વપરાશી ખર્ચની રકમમાંથી બાદ મેળવવાની રહેશે નહીં.
૯. મજકૂર વપરાશ માટે રાખેલ મિલકત અંગે દર માસોમાસ તમો પહેલા પક્ષના તપાસ માટે આવી શકશે સહી અને તેમા હમો બીજા પક્ષનાએ તમો પહેલા પક્ષનાને કોઈપણ જાતનો અંતરાય અથવા અવરોધ કરવા કરાવવાનો નથી સહી.
૧૦. ઉપરોક્ત તમામ શરતોનું હમો બીજા પક્ષનાએ વિના તકરારે પાલન કરવાનું છે અને કોઈપણ શરતોનો ભંગ કરવાનો નથી તેમ છતાં જો હમો બીજા પક્ષના કોઈપણ શરતનો ભંગ કરીએ કરાવીએ તો તમો પહેલા પક્ષના સદરહુ મિલકતનો કબજો હમો બીજા પક્ષના પાસેથી વિના નોટિસે અને વિના તકરારે પરત મેળવવા કાયદેસર હક્કદાર થાય સહી.
-:: વાપરવા આપેલ મિલકતની વિગત ::-
જત આ લિવ એન્ડ લાયસન્સનો કરાર હમો બીજા પક્ષના લખી આપી બંધાઈએ છીએ કે, તમારી માલિકી કબજા ભોગવટાની મિલકત તે ડિસ્ટ્રિક્ટ , સબ-ડિસ્ટ્રિક્ટ તથા તાલુકો ના મોજે ગામ ના રોડ નં. ૬ ઉપર આવેલ ઉધોગનગર સહકારી સંઘમાં આવેલ ન્યુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શેડ નં. ૭૨-એ પૈકી ગ્રાઉન્ડ ફ્લોરવાળી મિલકત, જે દરેકનું માપ આશરે ૨૦ ફૂટ પહોળાઈ X ૫૦ ફૂટ લંબાઈ થાય છે. તે મિલકત તથા તેને લાગતાં વળગતા અંદરના તથા બહારના તમામ હક્કો સહિતની મિલકત.
એણી વિગતનો આ લિવ એન્ડ લાયસન્સી નો કરાર હમો બીજા પક્ષનાએ અમારી રાજીખુશીથી, વાંચી, વંચાવી, સમજી, સાંભળી, વિચારી, તન અને મનથી સ્વચ્થ અવસ્થામાં અને સાવધ અવસ્થામાં, અક્કલ, હોશિયારીથી, કોઈના કોઈપણ જાતના દાબ દબાણ, ધાક ધમકી અથવા લોભ લાલચ લોભન વિના બિનકેફ હાલતમાં, સ્વેચ્છાએ તમો પહેલા પક્ષનાને લખી આપેલ છે. જે હમો બીજા પક્ષનાને તથા હમારા વંશ વાલી વારસો ઇત્યાદિ તમામને કબૂલ મંજૂર અને બંધનકર્તા છે.
અત્રે._________________________. મતું તત્રે. _______________________.શાખ
પહેલા પક્ષના
——————————-
બીજા પક્ષના
——————————-