Divorce Legal Notice Format In Gujarati, Legal Notice Format By Divorce Wife to Husband

Divorce Legal Notice Format In Gujarati, Legal Notice Format By Divorce Wife to Husband

અડવોકટનું નામ:- ભાર્ગવ એન વાળા

સરનામું:-સુરત.  

મો. નં.

નોટિસ

પ્રતિ,

યોગેશ ચંદુભાઈ સાવલિયા

રહે. સુરત,

મો. નં.

આથી અમો નીચે સહી કરનાર ભાર્ગવ એન વાળા એડવોકટ સુરતના તે અમારા અસીલણ તૃપ્તિ યોગેશ સાવળિયાની સૂચના અને ફરમાઇસથી તમોને આ આખરી અને છેવટની તાકીદની નોટિસ આપી જણાવીએ છીએ કે,

1)      અમારા અસીલણના લગ્ન તમારી સાથે હિન્દુ વિધિથી તારીખ 18/02/2011 ના રોજ રાજકોટ મુકામે થયેલ હતા અને તે લગ્નથી અમોની અસીલણને એક સંતાન (પુત્ર નામે સહજ થયેલ) છે. હાલમાં પુત્ર સહજ 8 (આઠ) વર્ષનો છે. હાલમાં સગીર પુત્ર પોતાની માતા સાથે રહે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે અમારા અસીલણ સાથે તમારું લગ્નજીવન સુખ શાંતિથી અને પ્રેમથી વ્યતિથ થયેલું છે.

2)      પરંતુ અમારા અસીલણના જણાવ્યા પ્રમાણે અમારા અસીલણને તમોએ જીવનમાં અનેક પ્રકાર કષ્ટો આપેલા છે. અને તે તેમણે સહન કરેલા છે અને તેમને કોઈપણ પ્રકારે તમારું લગ્નજીવન ટકાવી રાખેલ છે. છેલ્લા અંદાજે પાંચેક વર્ષથી અમારા અસીલણ સાથે તમોએ ઘણા વિખવાદો ઉપસ્થિત કરેલા છે. અને અમારા અસીલણને પોતાના સંતાનના પિતા માનવ તૈયાર નથી. તેમજ અમારા અસીલણ સાથે તમો તેમના પતિ ન હોય એ રીતે વર્તી રહ્યા છે. આ તમારી કારણીનું સીધું પરિણામ છે.

3)      અમારા અસીલણ સાથે તમો અવાર નવાર ખોટા બહાના ઊભા કરી કંકાસ કજિયા કરો છો અને તેમના જીવનની શાંતિને અલગભગ નષ્ટ કરી દીધી છે.

4)      મારા અસીલણના માતા પિતા માટે તમો અમારા અસીલણની આબરૂ હલકી પડે અને તેમની બેઈજ્જતી થાય તે રીતે વર્તન કરી રહ્યા છો અને તેમનું અપમાન થાય તેવા આક્ષેપો કરી રહ્યા છો. 

5)       અમારા અસીલણને હલકા ચિતરવા માટે તમો ઘરના કોઈ કામકાજ કરતાં કરતાં નથી અને બહાર હરવા ફરવાના શોખવાળા છે તેવા જુઠા અને બનાવટી આક્ષેપો કરેલ છે તમારી આવી કૃતિથી તમોએ અમારા અસીલણનું જીવન બદતર કરેલું છે.

6)      તમોના માતાશ્રી અમોના અસીલણને વારંવાર કામ બાબતે ખોટ અને ઉણપ કાઢીને કજિયો, કંકાસ કરતાં આવેલ છે અને વારંવાર અપમાનિત કરીને ગલ ગલોચ કરતાં આવેલ છે અને તમોના માતાશ્રી અમારા અસીલણ વિષે ખોટી રીતે કાન ભંભેરણી કરીને તમોને ચઢાવણી કરતાં આવેલ છે જેથી તમો મારા અસીલણને વારંવાર ગાળ ગલોસ કરીને જાહેરમાં અપમાનીત કરતાં આવેલ છે.

7)      અમારા અસીલણના લગ્નબાદ પણ તમો ગમે તે સમયે નોકરી પર જવાનું ટાળી દઈને ઘરે બેસી રહો છો અને તેમના સગીર પુત્રની જે જવાબદારી તમો નિભાવવા માટે તૈયાર નથી. જેના કારણે અમોના અસીલણે બીજાના ઘરોમાં રસોઈ કરવા જવાની ફરજ પડેલ હતી.

8)      હાલ અમારા અસીલણ તમો કોઈ કામધંધો કરતાં ન હોય જેથી તેઓએ મજબૂરીવશ પોતાના પિયર પોતાનું અને સગીરનું સંતાનનું જીવન ટકાવી રાખવા માટે આવવાની ફરજ પડેલ છે. ઉપરોક્ત સંજોગોને કારણે અમારા અસીલણ અને તમો વચ્ચે આગળનું લગ્ન જીવન આગળ ચાલી શકે તેમ નથી.

9)      ઉપરના સંજોગોમાં તમોએ અમારા અસીલણનું લગ્નજીવન દુષ્કળ બનાવેલ છે અને લગ્નજીવન ભંગણના આરે લાવી દીધું છે તે હવે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શક્ય તેટલી વહેલમાં વહેલી તકે તમોથી લગ્ન વિચ્છેદ ઈચ્છે યાને ફારગતી યાને છૂટાછેડા લેવા માંગે છે. જેથી આ નોટિસ અંગેની કોઈ કાર્યવાહી અંગે 10 દિનની અવધિ નક્કી કરેલ છે.

10)  આ નોટિસ તમારા ગેરવર્તનને કારણે આપવી પડેલ છે. નોટિસ ફીના રૂI 10,000/- તે તમારા શિરે છે અને તે તમારે ચુકવવાના છે.

સ્થળ : સુરત.                                                           ——————————-

તારીખ : 10/10/2020                                                     તૃપ્તિ યોગેશ સાવલિયા

———————————–

ભાર્ગવ એન વાળાતે તૃપ્તિ યોગેશ સાવલિયાના

એડવોકટ

Divorce Legal Notice Format in Gujarati Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page