Search Warrant Application format in Gujarati, Application under Section 97 CrPC format in Gujarati

Cr.PC Section 97 Search Warrant Application Format


મહે. સુરતના જ્યુડી. મેજી. ફ. ક. સાહેબશ્રીની કોર્ટમાં.

સર્ચ વોરંટ અરજી નં.          /2020

અરજદાર :

ઉ. આ. વ.   , ધંધો.        ,

રહે.

વિરુદ્ધ

સામાવાળા : પી. આઈ. સાહેબશ્રી,

_________ પોલીસ સ્ટેશન,

ઠે. __________, પોલીસ સ્ટેશન, __________, સુરત.

વિષય: ક્રિ.પ્રો. કો. ની કલમ – 97 મુજબની સર્ચ વોરંટ અરજી.

અમો અરજદારની આપ નામદાર કોર્ટને નમ્ર અરજ છે કે.. ..

1)    અમો અરજદાર ઉપરોક્ત જણાવ્યા સરનામે રહીએ છીએ અને સ્ત્રી બાઈ હોય ઘરકામ કરીએ છીએ. અમો અરજદારના પરિવારમાં અમોના પતિ તથા અમોનો મોટો પુત્ર સૌરભ તથા તેનાથી નાનો ગૌરવ તથા એક પુત્રી ભારતી વિગેરે નાઓ રહતા આવેલા છે.

2)    અમો અરજદારની હકીકત એવી છે કે, અમોના પતિ નામે હરેશભાઈ રાજપૂત, ઉ. આ. વ. 50, તથા અમોનો પુત્ર નામે ગૌરવ રાજપૂત, ઉ. આ. વ. 19 વર્ષ છે. ગઈ તા. _____________ ના રોજ અમોના પતિ હરેશભાઈ રાજપૂત ફ્રૂટની લારી ચલાવે છે તેઓને ______________________ પોલીસના માણસો લઈ ગયેલા અને અમોના પુત્ર ગૌરવ રાજપૂત કે જે અમોના ઘરે રાત્રિના સાડા નવ વાગ્યે કામ ઉપરથી ઘરે આવેલ ત્યારે _________ પોલીસના માણસો અમોના ઘરે આવી તેને પણ બળજબરીપૂર્વક પોતાની વર્દીનો દુરુપયોગ કરી પોતાની સાથે ખોટી રીતે ગુન્હામાં સંડોવવા માટે લઈ ગયેલ અને ગેરકાયદેસર રીતે અગમ્ય કારણસર અટકાયત અટકાયત કરેલ છે અને તેઓને ખોટી રીતે અટકાયતમાં રાખેલ છે. અમો અરજદાર તથા અમારા કુટુંબના સભ્યો ________ પો. સ્ટે.માં તપાસ કરવા ગયેલ ત્યાં અમોના પતિ તેમજ પુત્રને લોકઅપમાં જોયેલ અને તેને પૂછતાં તેને પોલીસવાળાઓ ખૂબ જ હેરાન, પરેશાન કરે છે જેથી આ સબંધે પોલીસને પૂછતાં પોલીસે જણાવેલ કે, “ તમારો પુત્ર સૌરભ રાજપૂતને હાજર કરો તો તમારા પતિ અને પુત્રને છોડી દઇશું “ જેથી તે દીવસે અમે ઘરે જતાં રહેલ અને છેલ્લા બે દિવસથી અમો ________ પો. સ્ટે. માં અમોના પતિ તથા પુત્રને છોડાવવા માટે આટાફેરા મારીએ છીએ ત્યારે પોલીસવાળા અમારી સાથે ખૂબજ ઉધ્ધત વર્તન કરે છે, અને અમોના પુત્ર તથા પતિને ગેરકાયદેસર રીતે _________ પોલીસે અટકાયતમાં રાખેલ છે અને _______ પો. સ્ટે. માં પકડી લાવી, ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, ટૉર્ચર કરી, ખોટ ગુન્હામાં સંડોવી દેવા માંગે છે અને અમોના પુત્ર સૌરભને હાજર કરવા જણાવે છે. અમોના પતિ અને પુત્ર જેઓને ખોટી રીતે નિર્દોષ હોય ખોટી રીતે અટકાયતમાં રાખેલ છે અને _________ પોલીસ સ્ટેશનમાં લોક-અપમાં ગેરકાયદેસર રીતે અટકાયત કરી ગોંધી રાખેલ છે અને 24 કલાક ઉપરાંતનો સમય થઈ ગયેલ હોવા છતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ નથી અને લલિતકુમારી વિરુધ્ધ સ્ટેટ ઓફ યુ. પી. ના હાલના જજમેંટ મુજબ સાત વર્ષથી ઓછી સજાને પાત્રના ગુનામાં કોઈપણ આરોપીની સીધેસીધી અટક મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કરવી નહિ એવું જણાવેલ છે તેમ છતાં ________ પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લઘન કરેલ છે અને એવી કોઈ પરવાનગી મેળવેલ નથી.

3)    સબબ અરજ કરવાની કે….

Ø ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈ ________ પોલીસ અમોના પતિ નામે હરેશભાઈ રાજપૂત ઉ. આ.વ. 50 તથા અમોના પુત્ર નામે ગૌરવ રાજપૂત ઉ. આ. વ. 19 વર્ષ છે તેઓને નામ. કોર્ટ ફરમાવે તે ઠરાવે અને સમયે તાત્કાલિક  નામ. કોર્ટમાં રજૂ કરે તેવો હુકમ ન્યાયના હિતમાં મહેરબાન રાહે ફારમાવશોજી.

Ø _________ પોલીસે અમોના પતિ નામે હરેશભાઈ રાજપૂત, ઉ. આ. વ. 50 તથા અમોનો પુત્ર નામે ગૌરવ રાજપૂત, ઉ. આ. વ. 19 વર્ષ છે તેઓની કરેલ ગેરકાયદેસરની અટકાયત બદલ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાના ઉલ્લઘન કરવા બદલ તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા ન્યાયના હિતમાં મહેરબાન રાહે હુકમ ફરમાવશોજી.

Ø આપ નામદાર કોર્ટને બીજી વધુ અને મુનાસિબ લાગે તે દાદ અમો  અરજદારના લાભમાં ફારમાવશોજી.

નોંધ: આ ફોરમેટ ફક્ત જાણકારી માટે છે તમારા બનાવની  હકીકતને આધારે સુધારા કરવા જરૂરી છે.

સ્થળ : સુરત.

તા.                                                     ——————————

–:: એકરાર ::–

આથી હમો અરજદાર શહેર સુરતમાં આજરોજ એકરાર કરી જણાવીએ છીએ કે સદર સર્ચવોરંટ અરજીમાં લખેલી તમામે તમામ હકીકત મારા જાણવા તથા માનવા  મુજબ સાચી અને ખરી છે.

સ્થળ : સુરત.

તા.                                                        ——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page