મહે. __ના એડિશનલ સિનિયર સિવિલ જડ્જ અને ફ.ક. જ્યુ. મેજી. સાહેબશ્રીની અદાલતમા
ફો.કે.નં.
ફરિયાદી : સરકારશ્રી
વિરુદ્ધ
આરોપી :
વિષય : ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૦૫ મુજબ પરમાનેંટ ઇગ્જેમ્શન મેળવવા માટેની અરજી
સદરહુ કામમાં આરોપી તરફે આપ નામદાર સાહેબશ્રીને નમ્રતાપૂર્વકની માનસહ નમ્ર અરજ કરવાની કે,
સદર કામના આરોપી જેઓની ૬૧ વર્ષ ઉપરાંતની ઉમર છે અને તેઓ ઓલ્ડ એજના વ્યક્તિ હોય અને શારીરિક રીતે નાદુરસ્ત રહેતા હોય તેમજ તેઓને ચાલવા તેમજ બેચવામાં તકલીફ હોવાના કારણસર નામદાર કોર્ટમાં તારીખ પર આવવું ખૂબ જ મુશ્કેલ અને હેરાનગતિ થાય છે, સદર કામમાં ટ્રાયલ ચાલતા ઘણો લાંબો સમય નીકળી જાય તેમ છે અને તે દરમિયાન આરોપી નામદાર કોર્ટમાં નિયમિત હાજર રહેવું પડે તો તેમની તબિયત ખરાબ થવાની શક્યતા છે અને વધુમાં ______થી તેઓનું રહેવાનુ ૩૦૦ કી.મી. જેટલા અંતરે દૂર આવેલ છે તેથી તેઓને દર મુદતે નામદાર કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે તેમ છે અને આરોપી તરફે ઓળખ અંગેની કોઈ તકરાર નથી.
આરોપીના સામે ફરિયાદીએ ખોટા આક્ષેપો કરીને માત્ર હેરાન પરેશાન કરવા માટે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે તેના કારણે આરોપીઓને ખૂબ જ માનસિક યાતના અને ત્રાસ સહન કરવો પડે છે અને નામદાર કોર્ટમાં ટ્રાયલ દરમિયાન આરોપીઓને નિયમિત હાજર રહેવું પડે તેમ છે.
સદર કામમાં આરોપીને નામદાર અદાલત જ્યારે અને જે મુદતે નામદાર અદાલતમાં હાજર રહેવા હુકમ ફરમાવશે તો તે વખતે અને ત્યારે આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેશે અને નામદાર અદાલતના હુકમનું ચુસ્તપણે પાલન કરશે એવી આરોપી તરફે ખાત્રી અને બાંહેધરી આપવામાં આવે છે.
ઉપરોક્ત તમામ સંજોગોમાં ન્યાયના વિશાળ હિતમાં મહેરબાન રાહે આરોપીને ટ્રાયલ દરમિયાન નામદાર અદાલતમા કાયમી હાજર રહેવામાથી મુક્તિ આપવા ન્યાયના હિતમાં હુકમ ફરમાવશોજી. (સદર અરજીનો નમૂનો ફક્ત જાણકારી પૂરતો જ છે)
સ્થળ :
તારીખ : આરોપી ની સહી
આરોપીના એડવોકેટ
બિડાણ
1. આરોપીના ડોક્ટર્સના રિપોર્ટ
2. તથા અન્ય કોઈ ડોક્ટર્સનું લખાણ